પ્રથમ અભિનેત્રી બની જેના નામ પર ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Karina-Kapoor-1024x683.webp)
મુંબઈ, બોલિવુડની કરિના કપૂર પોતાની એક્ટિંગથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. કરીના કપૂરને ફિલ્મી દુનિયામાં ૨૫ વર્ષ પૂર્ણ થયા છે, કરીના કપૂર બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી હિટ ફિલ્મ આપનાર અભિનેત્રીઓમાંથી એક છે. જે ૨ દશકથી લાંબા કરિયર સાથે આજે મોટી ફેન ફોલોઈંગ સાથે ઈન્ડસ્ટ્રીમાં જોડાયેલી છે. હાલમાં તેની ફિલ્મ ધ બર્કિઘમ મર્ડર્સ થિયેટરમાં રિલીઝ થઈ છે.
આ સાથે તેમણે પોતાના કરિયરમાં એક મોટી સફળતા પણ મેળવી છે. તેમણે બોલિવુડમાં ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે.આ ઉપલબ્ધિનો જશ્ન મનાવવા માટે પીવીઆર સિનેમાએ તેના નામ પર એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.આ મલ્ટી સિટી ફિલ્મ ફેસ્ટિવલના શાનદાર કરિયરને રજુ કરવામાં આવશે. ફરી એક વખત મોટા પડદા પર તેના કેટલાક પાત્રને પ્રદર્શિત કરવામાં આવશે.
ભારતમાં કોઈ પણ અભિનેત્રી માટે આ પહેલી વખત છે. કે તેના નામે ફિલ્મ ફેસ્ટિવલ હોય. દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન એવા ૨ સ્ટાર છે જેને પહેલા જ ફિલ્મ ફેસ્ટિવલ સમર્પિત કરવામાં આવ્યો છે. ફિલ્મ ફેસ્ટિવલનું ટ્રેલર પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કરીના કપૂરની સૌથી પસંદગીની ફિલ્મો અને પાત્રની ક્લિપ સામલે હશે. કભી ખુશી કભી ગમ, પૂ, જબ વી મેટ ગીતો પણ સામેલ હશે.
તમને જણાવી દઈએ કે, કરીના કપૂરે વર્ષ ૨૦૦૦માં જેપી દત્તાની ફિલ્મ રેફ્યુઝીથી પોતાના અભિયાનની શરુઆત કરી છે. ત્યારથી ૫૦થી વધારે ફિલ્મ આપી ચૂકી છે.
કરીના કપૂરના વર્ક ળન્ટની વાત કરીએ તો તે આવનાર સમયમાં મશહુર નિર્દેશક મેધના ગુલઝારની નવી ફિલ્મ દાયરામાં જોવા મળશે. તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન પણ છે.
સિંધમ અગેનમાં અજય દેવગણ , અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર , ટાઈગર શ્રોફ અને રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. તમને જણાવી દઈએ કરીના કપૂર ૨ બાળકોની માતા છે. આજે પણ બોલિવુડને હિટ ફિલ્મો આપી રહી છે.SS1MS