સુરતમાં મૂકબધિર નાની બહેન સાથે ગુમ થતાં પોલીસ થઈ દોડતી
સુરત, સુરતમાં નાના બાળકો સાથેના અત્યાચારના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં મૂકબધિક બાળકી તેની નાની બહેન સાથે ઘરેથી નીકળી ગઈ હતી. જેની જાણ શ્રમજીવી પરિવારન થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.
બન્ને બાળકીઓને શોધવા પોલીસના ૫૦ કર્મચારીઓએ શોધખોળ આદરી હતી. કાપોદ્રામાં ભરવાડ ફળિયામાં રહેતા રવિભાઈ કુનાઈભાઈ મુખીયા પરિવારમાં પત્ની અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. પતિ પત્ની બંને મજૂરી કામ કરી પરિવારનું ભરણ પોષણ કરે છે.
રોજિંદા ક્રમ મુજબ તેઓ કામ પર નીકળી ગયા હતાં. ઘરે બપોરે ઘરે આવતા ૧૨ વર્ષની મૂકબધિર દીકરી અને ૪ વર્ષની દીકરી ગેરહાજર હતાં. આથી ચિંતિત માતા-પિતાએ આસપાસ તપાસ કરી પણ ક્યાંય મળી નહી. આથી પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસે બાળકીઓને શોધવા માટે કુલ ૮૦ જેટલા સી.સી.ટી.વી કેમેરા ચેક કર્યા હતાં.
સતત ૪ કલાકની ભારે મહેનતના અંતે બન્ને ગુમ થયેલ બાળકીઓ સરથાણા ગીરીરાજ હોટલની સામે ખડસદ રોડ ખાતેથી સહી સલામત મળી આવી હતી.ત્યાર બાદ બંને બાળકીઓને પોતાના માતા પિતાને સોંપવામાં આવી હતી. શ્રમજીવી દંપતીએ પોલીસનો આભાર માન્યો હતો.SS1MS