‘શેખ હસીનાની ક્રૂર તાનાશાહીએ દેશની દરેક સંસ્થાને બરબાદ કરી દીધી છે’: મોહમ્મદ યુનુસ
ઢાકા, બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસે રવિવારે આરોપ લગાવ્યો હતો કે શેખ હસીનાના તેમના દોઢ દાયકાના શાસન દરમિયાન “ક્‰ર સરમુખત્યારશાહી” એ દેશની લગભગ દરેક સંસ્થાને નષ્ટ કરી દીધી છે અને ચૂંટણીઓમાં “નિર્ધારિત રીતે ધાંધલધમાલ” કરવામાં આવી હતી.
યુનુસે શેખ હસીનાના રાજીનામા બાદ અને તેણીના ભારત ભાગી જવાને પગલે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકેનો હવાલો સંભાળ્યાના ૧૦ દિવસ પછી ઢાકામાં પ્રથમ વખત વિદેશી રાજદ્વારીઓને માહિતી આપી હતી. ૮૪ વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતાએ દેશના પુનઃનિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી સમર્થન માંગ્યું હતું.
યુનુસે ભારતના હાઈ કમિશનર પ્રણય વર્મા સહિત ઢાકામાં રાજદ્વારીઓને ખાતરી આપી હતી કે તેમનું વહીવટીતંત્ર ટૂંક સમયમાં ‘મુક્ત, ન્યાયી અને સહભાગી’ ચૂંટણીઓ યોજશે. તેમણે કહ્યું, ‘ક્રાંતિકારી વિદ્યાર્થીઓ ઇચ્છે છે કે અમે અર્થપૂર્ણ અને ઊંડા સુધારાઓ કરીએ જે દેશને સમૃદ્ધ લોકશાહીમાં પરિવર્તિત કરશે. આ કાર્ય વિશાળ છે પરંતુ તમામ લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયના સમર્થનથી શક્ય છે.
યુનુસે આરોપ લગાવ્યો કે, ‘સત્તામાં રહેવાના પ્રયાસોમાં શેખ હસીનાની સરમુખત્યારશાહીએ દેશની દરેક સંસ્થાને બરબાદ કરી દીધી છે. ન્યાયતંત્રને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યું હતું. દોઢ દાયકા સુધી ક્‰ર ક્રેકડાઉન દ્વારા લોકશાહી અધિકારોને દબાવવામાં આવ્યા હતા.
હસીના જૂન ૧૯૯૬ થી જુલાઈ ૨૦૦૧ અને ફરીથી જાન્યુઆરી ૨૦૦૯ થી ઓગસ્ટ ૨૦૨૪ સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન હતા.યુનુસે જણાવ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં ‘મુક્ત, ન્યાયી અને સહભાગી’ ચૂંટણીઓ યોજશે પરંતુ મતદાન ત્યારે જ થશે જ્યારે ‘અમે ચૂંટણી પંચ, ન્યાયતંત્ર, નાગરિક વહીવટ, સુરક્ષા દળો અને મીડિયામાં નોંધપાત્ર સુધારાઓ કરવાના અમારા આદેશને પૂર્ણ કરીશું.’
યુનુસે કહ્યું કે તેમને એક એવો દેશ વારસામાં મળ્યો છે જે શેખ હસીનાની ‘ક્‰ર સરમુખત્યારશાહી’ પછી ‘ઘણી રીતે’ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હતો. તેમણે કહ્યું, ‘બાંગ્લાદેશમાં બીજી ક્રાંતિ થઈ છે. હજારો બહાદુર વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો શેખ હસીનાની ક્રૂર તાનાશાહી સામે ઉભા થયા છે.SS1MS