શીલજ-થલતેજ પરના રેલ્વે ફલાય ઓવરના અધુરા કામથી લોકો ત્રાહિમામ
૩ વર્ષથી પ્રોજેક્ટનું કામ શરૂ થવા છતાં હજુ અધુરૂ જ છે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરને સ્માર્ટ સીટી બનાવવા, ટ્રાફિક સમસ્યા હલ કરવા, દુર કરવા મ્યુનિસિપલ કોર્પોેરશન અને પ્રોજેક્ટ સમયસર પુરા નહીં પરંતુ પ્રજા માટે શ્રાપરૂપ બનતા હોય છે. આજથી ૩ વર્ષ પહેલાં શીલજ થલતેજને જાડતો રેલ્વે ફલાય ઓવરબ્રિજ હજુ પુરો થયો નથી. અધુરા કામને લીધે ત્યાંના રહીશોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે.
જે સર્વિસ રોડ રહીશો માટે મદદરૂપ બનવો જાઈતો હતો. તે સર્વિસ્ રોડની હાલત એવી બની છે કે વાહન ચલાવવું કે રાહદારી માટે મુશ્કેલ બન્યુ છે. મુખ્ય રસ્તાની બંન્ને બાજુ તથા વચ્ચેનો ભાગ પણ બિસ્માર હાલતમાં છે. આ રસ્તા ઉપરથી પસાર થતી ડ્રેનેજ લાઈનો વારંવાર ચોકઅપ થઈ જતાં ગંદુ પાણી રસ્તા ઉપર ફેલાતા ગંધ પણ મારે છે. કામ ચાલતું હોવાને કારણે ત્યાં કામ કરતા મજુરો પમ્પ દ્વરા સુએજનું એ પાણીનો નિકાલ સતા ઉપર કરતા હોય છે.
આ ગંદા પાણીને લોકોના સ્વાસ્થ્યને પણ અસર થતી હોય છે. ઘણા લોકો શ્વાસના દર્દીથી પીડાતા હોય છે. એટલું જ નહીં ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વિસ્તારમાં વધી રહ્યો છે. ચોમાસામાં સખ્ત વરસાદમાં આ વિસ્તારની સ્થિતિ વધુ બેહાલ થશે તથા રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ છે. રસ્તાની બિસ્માર હાલત પડેલા ખાડા તથા પ્રોજેક્ટ પર ચાલતા કામો, તથા ઉભરાતી ડ્રેનેજ લાઈનથી આ વિસ્તારના રહીશો ત્રાહિમામ ત્રાહિમા પોકારી રહ્યા છે.
ત્યાંના રહીશોએ અનેક વખત મ્યુનિસિપલ કોર્પોેરશનના સત્તાવાળાઓ તથા સ્થાનિક કાઉન્સીલરો સમક્ષ અનેક વખત રજુઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. આ ઉપરાંત શિલજની આસપાસ આવેલા બોપલમાં પણ ગેરકાયદેસર દબાણો રસ્તા પર વધી રહ્યા છે. બોપલ ચાર રસ્તાથી ઘુમા ગામ તરફ જતાં મેઈન રોડ પર દબાણો અને પાર્કિગની સમસ્યા વધવા લાગી છે. મોટા પ્રોજેક્ટની કામગીરીના કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદુષણની સમસ્યા પણ વકરી છે. સાથે સાથે સ્થાનિક નાગરીકો પણ હવે આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના છે.