વેડિંગ એનિવર્સરીના દિવસે શિલ્પા-રાજ થયા રોમેન્ટિક
મુંબઈ, આજે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા કંઇક અલગ જ મુડમાં જાેવા મળી રહ્યા છે. આજે શિલ્પા અને રાજ કુન્દ્રાની વેડિંગ એનિવર્સરી છે. આ ખાસ દિવસે કપલ મસ્ત રોમેન્ટિક વિડીયો શેર કર્યો છે. શિલ્પા શેટ્ટી બોલિવૂડની એક જાણીતી એક્ટ્રેસ છે. ૨૨ નવેમ્બર ૨૦૦૯ માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. આજે શિલ્પા અને રાજ લગ્નની ૧૪મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે શિલ્પાએ રાજ કુન્દ્રા સાથેની રોમેન્ટિક તસવીરો વિડીયોના માધ્યમથી સોશિયલ મિડીયા પર શેર કરી છે અને પતિને એનિવર્સરી વિશ કરી છે.
શિલ્પાએ રાજ કુન્દ્રા સાથેની તસવીરોની કોલાજ બનાવીને વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં રાજ સાથે કેટલીક રોમેન્ટિક પળોને એન્જાેય કરતી જાેવા મળી રહી છે. આ ક્યૂટ વિડીયોને શેર કરતા શિલ્પાએ કેપ્શનમાં લખ્યુ છે કે..૧૪ વર્ષપતુમ્હે બહુત સારા પ્યાર, મેકી કુકી. યુ આર માય હેપ્પી પ્લેસ, રાજ કુન્દ્રા, એનિવર્સરી, ગ્રેટિટ્યૂડ, ટુગેધરનેસ, હસબેંડલવ. શિલ્પા સિવાય રાજ કુન્દ્રાએ પણ ખાસ પોસ્ટ શેર કરીને એની લવિંગ વાઇફને વેડિંગ એનિવર્સરની શુભકામના પાઠવી છે.
રાજે ઇન્સ્ટગ્રામ પર શિલ્પાની સાથે પોતાના લગ્નની કેટલીક તસવીરોનું કોલાજ બનાવ્યુ છે જેમાં લગ્નથી લઇને અત્યાર સુધીમાં કેટલા મહિના, અઠવાડિયા અને કેટલા દિવસ થયા એ વિશે લખ્યુ છે. આ વિડીયો શેર કરતા રાજે કેપ્શનમાં લખ્યુ છે કે..૧૪ વર્ષ એન્ડ યુ સ્ટિલ જસ્ટ લુકિંગ લાઇક અ વોઉ..૧૪ મી સાલગિરહ મુબારક હો શિલ્પા શેટ્ટી, બ્લેસ્ડ, વાઇફ, એન્જલ લવ. તમને જણાવી દઇએ કે ૨૦૦૭માં રિયાલિટી શો બિગ બ્રધરની સિઝન ૫ દરમિયાન શિલ્પા રાજને મળી હતી.
ત્યારબાદ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સાથે મુલાકાત ધીરે-ધીરે પ્રેમમાં બદલવા લાગી. ત્યારબાદ એક દિવસે રાજે શિલ્પાને ૫ કેરેટ ડાયમંડની રિંગ પહેરાવીને બધાની સામે લગ્ન માટે પ્રપોઝ કર્યો. પછી બન્નેએ ૨૨ નવેમ્બરના રોજ ૨૦૦૯માં લગ્ન કર્યા. લગ્ન પછી બન્ને જીંદગીમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા પણ આવ્યા, પરંતુ આ બન્નેએ હંમેશા એકબીજાનો સપોર્ટ કર્યો. આજે આ કપલ હેપિલી મેરિડ લાઇફ જીવે છે. આ કપલને એક દિકરો અને એક દીકરી છે.SS1MS