શિલ્પા શેટ્ટી દીકરીના નખરાં જોઈ હરખાઈ

મુંબઈ, ૨૬ સપ્ટેમ્બર એટલે કે ડોટર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. દરેક ખાસ દિવસને ઉજવતા સેલિબ્રિટીઝ ડોટર્સ ડે ઉજવવાનું કેમ ભૂલે. બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સોહા અલી ખાન, નીતૂ કપૂર, કુણાલ ખેમૂ, સુનીલ શેટ્ટી વગેરે જેવા સેલેબ્સે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની દીકરીઓ સાથેની તસવીરો કે વિડીયો શેર કરીને તેમને શુભકામના પાઠવી હતી.
View this post on Instagram
ત્યારે ગત વર્ષે જ દીકરીની મા બનેલી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ પોતાની દીકરી સમિષાનો ક્યૂટ વિડીયો શેર કરીને ડોટર્સ ડેની શુભેચ્છા આપી છે. શિલ્પા શેટ્ટીએ ગણેશોત્સવ દરમિયાન પોતાના ઘરે ગણપતિ લાવી હતી એ વખતનો વિડીયો તેણે શેર કર્યો છે.
આ વિડીયોમાં તે દીકરી સાથે ગાદલા પર બેઠી છે અને તાળી પાડતી જાેવા મળે છે. નાનકડી સમિષા પહેલા તો મમ્મીને જાેવે છે પણ પછી પોતાની જ મસ્તીમાં ઉઠ-બેસ કરે છે ને તાળીઓ પાડે છે. શિલ્પા દીકરીને આમ કરતી જાેઈને ખૂબ ખુશ થાય છે. આ ક્યૂટ વિડીયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, “અમને, મારી અને તમારી સૌની દીકરીઓને ડોટર્સ ડેની શુભકામના.
સમિષા મને પસંદ કરવા માટે આભાર. હું તને વચન આપું છું કે આપણે બંને ભલે મા-દીકરી છીએ પરંતુ આપણે દિલથી કાયમ મિત્રો બનીને રહીશું. લવ યુ માય બેબી.
View this post on Instagram
ઉપરાંત હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે શિલ્પાએ પિતૃઓને વાસ નાખી હતી. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના સ્વર્ગસ્થ પિતા અને અન્ય સ્વર્ગસ્થ પરિવારજનોની તસવીરો શેર કરી હતી. શિલ્પાએ શ્રાદ્ધ માટે તૈયાર કરેલા ભોજનની વાસ નાખી હતી અને કાગડો ભોજન આરોગતો હોય તેવો વિડીયો શેર કર્યો હતો. શિલ્પા શેટ્ટીની બહેન શમિતા થોડા દિવસ પહેલા જ બિગ બોસ ર્ં્્ના ઘરમાંથી બહાર આવી છે ત્યારે બંને જલેબીનો આનંદ લેતી જાેવા મળી હતી.SSS