અશ્લીલતા ફેલાવવાના કેસમાં શિલ્પા શેટ્ટીને અંતે રાહત મળી
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પર્સનલ લાઈફની ચર્ચા થતી રહે છે. તેની સાથે જાેડાયેલા ઘણા તેવા વિવાદ છે, જે લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યા છે. તેમાં જ એક છે, હોલિવુડ એક્ટર રિચર્ડ ગેરે સાથે અશ્લીલતા ફેલાવવાનો કેસ, જેને લઈને નવી અપડેટ સામે આવી છે. વર્ષ ૨૦૦૭માં દિલ્હીમાં એઈડ્સ અંગે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમાં શિલ્પા શેટ્ટી સામેલ થઈ હતી, જેમાં હોલિવુડ એક્ટર રિચર્ડ ગેરે આવ્યો હતો.
ઈવેન્ટ દરમિયાન સ્ટેજ પર જ રિચર્ડ શિલ્પા શેટ્ટીને પકડીને કિસ કરી લીધી હતી, તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જબરદસ્ત હોબાળો થયો હતો. રિચર્ડ અને શિલ્પા બંને પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો અને કેસ થયો હતો. જેમાં ૧૫ વર્ષ બાદ એક્ટ્રેસે કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવી હતી.
મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે આ મામલે શિલ્પા શેટ્ટીને નિર્દોષ જાહેર કરી છે. કોર્ટે કહ્યું હતું કે, શિલ્પા શેટ્ટી આરોપી નંબર ૧ એટલે કે રિચર્ડ ગેરેની હરકતથી પીડિત હતી અને તેવો કોઈ પણ પુરાવો નથી કે, શિલ્પા તેમાં પોતાની તરફથી સામેલ હતી.
મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે, વીડિયોમાં એ સ્પષ્ટ દેખાય છે કે, રિચર્ડ ગેરે કિસ કર્યા બાદ શિલ્પા તે હરકતથી ચોંકી ગઈ હતી અને તેણે કહ્યું હતું કે, કંઈક વધારે નથી થઈ ગયું ?
જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી સામે અશ્લીલતા ફેરવવાના આરોપમાં રાજસ્થાનમાં બે અને ગાઝિયાબાદમાં ૧ ફરિયાદ થઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે, ૨૦૧૭માં તે અરજી પર આ કેસ સુપ્રીમ કોર્ટે મુંબઈ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી, જેના પર હવે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પોતાનો ર્નિણય સંભળાવ્યો હતો.
શિલ્પા શેટ્ટી અગાઉ ત્યારે વિવાદમાં આવી હતી જ્યારે ગયા વર્ષે તેના બિઝનેસમેન-પતિ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ બનાવવાના મામલે ધરપકડ થઈ હતી. જુલાઈમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે તેના ઘરેથી રાજ કુંદ્રાને ઝડપ્યો હતો અને બે મહિના જેલમાં રહ્યા બાદ સપ્ટેમ્બરમાં જામીન પર તેનો છુટકારો થયો હતો. આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ન માત્ર બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું પરંતુ સોશિયલ મીડિયા પરથી પણ ગાયબ થઈ હતી.
શિલ્પા શેટ્ટીના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. તે રોહિત શેટ્ટીની વેબ સીરિઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્મ’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. તેની પાસે ફિલ્મ ‘સુખી’ પણ છે, જેનું થોડા સમય પહેલા જ શૂટિંગ આટોપ્યું હતું. એક્ટ્રેસ છેલ્લે ‘નિકમ્મા’માં અભિમન્યુ દાસાની અને શર્લી શેટિયા સાથે દેખાઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.SS1MS