અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બાળકો સાથે બતકને બ્રેડ ખવડાવી
મુંબઈ, અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના બાળકો વિયાન અને સમિશાને પૂરતો સમય આપે છે. કામની સાથે સાથે પરિવારને પણ સમય ફાળવી શકાય તે શિલ્પા શેટ્ટી સુનિશ્ચિત કરે છે. તે પરિવાર અને બાળકો સાથે અવારનવાર વેકેશન પર પણ જતી હોય છે.Shilpa Shetty is enjoying a vacation in London with her children
અત્યારે પણ તે લંડનમાં બાળકો સાથે વેકેશન એન્જાેય કરી રહી છે. તે ત્યાંથી પરિવારની તેમજ અન્ય સ્થળોની સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે. આજે તેણે સોશિયલ મીડિયા પર એક ક્યુટ વીડિયો શેર કર્યો છે, જેમાં જાેઈ શકાય છે કે તેની દીકરી સમિશા મમ્મી શિલ્પાની નકલ ઉતારી રહી છે.
View this post on Instagram
શિલ્પાના ફેન્સ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે. શિલ્પા શેટ્ટીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં જાેઈ શકાય છે કે તે દીકરા વિયાન અને દીકરી સમીશા સાથે તળાવના કિનારે બેસીને બતકને બ્રેડ ખવડાવી રહી છે. આ તળાવ કોઈ પાર્કમાં હોય તેમ લાગી રહ્યું છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે શિલ્પા અને બન્ને બાળકો આ પ્રક્રિયાને ખૂબ એન્જાેય કરી રહ્યા છે. શિલ્પા બ્રેડના નાના-નાના ટુકડા કરીને બતકને નાખી રહી છે.
દીકરો વિયાન બાજુમાં ઉભો છે અને દીકરી સમીશા તેના ખોળામાં છે. આ પ્રવૃત્તિની સાથે જ શિલ્પા બાળકોને શીખવાડે છે કે, શેરિંગ ઈઝ કેરિંગ. વીડિયોમાં જાેઈ શકાય છે કે, સમીશા એક-બે વાર માતા શિલ્પા શેટ્ટીની નકલ ઉતારવાનો પ્રયત્ન કરે છે.
શિલ્પા જ્યારે બતકને ખવડાવવા માટે બીજી બ્રેડ માંગે છે ત્યારે પણ સમીશા તેની નકલ ઉતારે છે. આ જાેઈને શિલ્પા ખડખડાટ હસી પડે છે. વીડિયો શેર કરીને અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, રવિવાર આવો હોવો જાેઈએ. આ પહેલા શિલ્પાએ કેક ખાતો એક ફોટો શેર કર્યો હતો. વર્ક ફ્રટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી ૧૭મી જૂનના રોજ રીલિઝ થયેલી ફિલ્મ નિકમ્મામાં જાેવા મળી હતી.
આ ફિલ્મમાં તેની સાથે અભિમન્યુ દસ્સાની અને શર્લી સેટિયા લીડ રોલમાં હતા. શિલ્પા શેટ્ટી હવે રોહિત શેટ્ટીની વેબ સીરિઝમાં પોલીસના રોલમાં જાેવા મળશે. આ વેબ સીરિઝથી શિલ્પા શેટ્ટીની સાથે સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ઓટીટી ડેબ્યુ કરશે.SS1MS