શિલ્પા શેટ્ટી બે મહિના બાદ પગની ઈજાથી રિકવર થઈ

મુંબઈ, આશરે બે મહિના પહેલા રોહિત શેટ્ટીની વેબ સીરિઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના સેટ પર શિલ્પા શેટ્ટીના પગમાં ઈજા પહોંચી હતી અને ત્યારથી તે આરામ પર હતી તેમજ રિકવરી માટે ફિઝિયોથેરાપી કરાવી રહી હતી.
જાે કે, તેની આ ઈજા તેના મનોબળ કે ફિટનેસને આડે આવી નહીં. તે ઘણીવાર જિમમાં એક્સર્સાઈઝ કરતી અને ફિટ રહેવાના પ્રયાસો કરતી જાેવા મળી હતી. આટલું જ નહીં ગણેશ વિસર્જન વખતે તેણે પણ તેણે ડાન્સ કર્યો હતો તો નવરાત્રી પર એક પગ પર ઉભા રહીને ગરબા કર્યા હતા.
એક્ટ્રેસ ધીમે-ધીમે પોતાના પગ પર ચાલવા લાગી છે અને હાલમાં તે તેના ફિઝિયોથેરાપી સેશનનો વીડિયો એક હૃદયસ્પર્શી વાત સાથે શેર કર્યો છે. જેમાં તેણે આ બે મહિનાનો સમય તેના માટે સરળ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે અને તેણે આ દરમિયાન ગુસ્સો, દુઃખ અને લાચારીનો અનુભવ કર્યો હોવાનું પણ વર્ણવ્યું છે.
વીડિયોની સાથે એક્ટ્રેસે લખ્યું છે ‘આજે મારી ઈજાને બે મહિના થઈ ગયા. પ્રામાણિકતાથી કહું તો તે સરળ નહોતા. શારીરિક વેદના જેટલી જ માનસિક વેદના પણ તીવ્ર હતી. મારા જેવા વર્કહોલિક અને ફિટનેસ ફ્રિક વ્યક્તિ માટે, છેલ્લા આઠ અઠવાડિયા હતાશા, ગુસ્સો, ઉદાસી અને લાચારીવાળા રહ્યા.
પરંતુ, મને દીકરી તરફથી ઝડપથી સારું થવા માટે પ્રેરણાનો ખૂબ જ મજબૂત સ્ત્રોત મળ્યો, મારા દરેક ફિઝિયોથેરાપી સેશનમાં સમિષાને આસપાસ રાખીને. સમય પસાર થતાં મને સમજાયું કે, હું તેને ઊંચકું તે માટે એ આતુરતાથી રાહ જાેઈ રહી હતી. તે સ્મિત, હગ અને કિસ જેની આપણે કેટલાક દિવસે જરૂર પડે છે. આપણે તણાવ અને પીડા સાથે અલગ-અલગ રીતે લડી શકીએ છીએ.
જાે તમે જાતે તેમાથી બહાર ન આવો તો કોઈની મદદ લો. જ્યારે તમને જાણ થાય કે કોઈ વ્યક્તિ સંઘર્ષ કરી રહી છે, તો તેને મદદ કરો. આ અંગે ચર્ચા કરવા માટે મેન્ટલ હેલ્થ ડેથી વધારે સારો દિવસ કોઈ હોય ન શકે. તૂટેલું દિલ તૂટેલા હાડકાં કરતાં સહેજ પણ ઓછું પીડાદાયી નથી.
દરેક વ્યક્તિ તેમાંથી બહાર આવવાને પાત્ર છે’. આ સાથે તેણે તેના ડોક્ટર્સ અને પ્રાર્થના તેમજ શુભેચ્છા મોકલનારા ચાહકોનો આભાર માન્યો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, એક્ટ્રેસ છેલ્લે ફિલ્મ ‘નિકમ્મા’માં અભિમન્યુ દાસાની અને શર્લી સેઠિયા સાથે જાેવા મળી હતી. તે ખૂબ જલ્દી વેબ શો ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબરોય સાથે સ્ક્રિન શેર કરતી દેખાશે.SS1MS