Western Times News

Gujarati News

શિલ્પા શેટ્ટીએ દાદા-દાદી અને નાની સાથેની તસવીર શેર કરી

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. વિવિધ પોસ્ટ દ્વારા તે ફેન્સ અને ફોલોઅર્સને પોતાના જીવનમાં ડોકિયું કરાવતી રહે છે. સાથે જ ખાસ દિવસો અને પ્રસંગોએ ખાસ તસવીરો શેર કરીને જૂની યાદો તાજી કરે છે.

આજે એટલે ૧૧ સપ્ટેમ્બરે ગ્રાન્ડપેરેન્ટ્‌સ ડે (દાદા-દાદી/નાના-નાનીનો દિવસ) છે ત્યારે શિલ્પાએ સુંદર ફોટોઝ શેર કર્યા છે. શિલ્પા શેટ્ટીએ પોતાના દાદી સાથેની જૂની તસવીર શેર કરી છે. ઉપરાંત તેના બંને બાળકો વિઆન રાજ કુંદ્રા અને સમિષા શેટ્ટી દાદા-દાદી અને નાની સાથે હોય તેવી તસવીર શેર કરી છે.

જૂની તસવીરમાં શિલ્પા પોતાના કઝિન્સ અને દાદી સાથે હળવા મૂડમાં જાેવા મળી રહી છે. જ્યારે બીજી તસવીર ગત વર્ષના ગણેશોત્સવની છે. જેમાં શિલ્પા પોતાની મમ્મી સુનંદા શેટ્ટી સાથે ઊભી છે. સુનંદા શેટ્ટીએ દોહિત્રી સમિષાને તેડી છે જ્યારે વિઆન શિલ્પા સાથે ઊભો છે. વચ્ચે ગણપતિજીની મૂર્તિ છે અને તેની બીજી તરફ રાજ કુંદ્રાના મમ્મી-પપ્પા એટલે કે શિલ્પાના સાસુ-સસરા ઊભા છે.

આ તસવીર શેર કરતાં શિલ્પાએ લખ્યું, “દાદા-દાદી અને નાના-નાની દુનિયાને થોડી કોમળ, દયાળુ અને ઉષ્માભરી બનાવે છે. સાચું છે નહીં? આપણી આસપાસના વડીલોમાં તેઓ શ્રેષ્ઠ છે. તેમની સમજદારી, તેમની વાતો, રેસિપી, પ્રેમ અને લાડ ખૂબ ખાસ બોય છે…આ બધા જ સંભારણા હંમેશા ઉષ્માભરી અને ધૂંધળી લાગણીઓને સજાગ કરે છે.

જાે તમારા ગ્રાન્ડપેરેન્ટ્‌સ પણ આસપાસ હોય તો તમને જઈને આલિંગન આપો (અને કિસ પણ).” આ ફોટો પર શમિતા શેટ્ટીએ કોમેન્ટ કરતાં લખ્યું, “છુુુ અમ્મા…કેટલી સરસ તસવીર છે.” જણાવી દઈએ કે, આ વર્ષે પણ ધામધૂમથી ગણોશોત્સવ ઉજવનારી શિલ્પા શેટ્ટી હાલ તો ઈજામાંથી રિકવર થઈ રહી છે. શિલ્પા, રોહિત શેટ્ટીની ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે ઈજાગ્રસ્ત થઈ હતી.

આ શો દ્વારા શિલ્પા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. પગમાં ઈજા થઈ હોવા છતાં શિલ્પા ઘરે થોડું-થોડું વર્કઆઉટ કરી રહી છે. ગણેશ વિસર્જન દરમિયાન શિલ્પા પરિવાર સાથે નાચતી પણ દેખાઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.