જુહી ચાવલાએ ના પાડતા શિલ્પા શિરોડકર થઈ પોપ્યુલર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/04/Shilpa-1024x536.jpg)
મુંબઈ, ડિરેક્ટર રમેશ સિપ્પીની ફિલ્મ ભ્રષ્ટાચારથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી શિલ્પા શિરોડકર આજકાલ મોટા પડદાથી દૂર છે. તેણે આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને રેખા સાથે કામ કર્યું હતું. આ પછી તેણે ઘણી ફિલ્મો કરી અને ટીવી સિરિયલો પણ કરી.
પરંતુ ફિલ્મ આંખેએ તેને વધારે લોકપ્રિયતા અપાવી હતી. આ ફિલ્મના ૩૦ વર્ષ પૂરા થવા પર અભિનેત્રી શિલ્પા શિરોડકરે આ ફિલ્મ સાથે જાેડાયેલો એક કિસ્સો સંભળાવ્યો.
વર્ષ ૧૯૯૩માં રિલીઝ થયેલી ફિલ્મ આંખેએ ઘણા કલાકારોની જિંદગી બદલી નાખી. શિલ્પા શિરોડકર પણ તેમાંથી એક હતી. તે માને છે કે દર શુક્રવાર એક નવા એક્ટરને જન્મ આપે છે. આવા જ એક શુક્રવારે તેનું જીવન પણ બદલાઈ ગયું.
View this post on Instagram
તેણે ઘણી સારી ફિલ્મો સાઈન કરી, ઘણા સારા દિગ્દર્શકો સાથે કામ કર્યું. પરંતુ ‘આંખે’ પછી લોકોએ કહ્યું કે- શિલ્પા શિરોડકર એક્ટિંગ પણ કરી શકે છે. પછી તેણે બાકીની ફિલ્મો માટે ફી વધારી દીધી અને વધુ પૈસા લેવાનું શરૂ કર્યું હતું.
પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મ આંખે અગાઉ એક્ટ્રેસ જુહી ચાવલાને ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે આ ફિલ્મમાં એક્ટિંગ કરવાની ના પાડી દીધી હતી. શિલ્પા શિરોડકર કહે છે કે- મને ખબર નથી કે જુહી ચાવલાને આ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. પરંતુ હું ખુશ છું કે જેને પણ આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. બધાએ ના પાડી દીધી. પછી, મને ફિલ્મ આંખેમાં એક્ટિંગ કરવાની તક મળી.
શિલ્પા શિરોડકરનું પાત્ર ઈન્ટરવલ પછી આંખે ફિલ્મમાં એન્ટ્રી કરે છે. તે કહે છે કે- હું પહેલા આટલી મોટી અભિનેત્રી નહોતી. મારી પાસે કોઈ એવા ડિરેક્ટર-પ્રોડ્યુસર અને બેનર નહોતા જે મને તેમની ફિલ્મમાં ફરીવખત કાસ્ટ કરે.
મારા માટે પહલાજ નિહલાની જેવા પ્રોડ્યુસર, ડેવિડ ધવન જેવા ડિરેક્ટર અને ગોવિંદા જેવા એક્ટર સાથે કામ કરવું તે ખુશીની વાત હતી. હું ફિલ્મ આંખેમાં ઈન્ટરવલ પછી આવું કે પછી તે પહેલા તેથી કોઈ ફરક પડતો નહોતો. મને એટલી જ આશા હતી કે આગળ જતાં તેઓ સાથે કામ કરવાની તક મળે.SS1MS