શિલ્પાના ૧૦ વર્ષના દીકરા વિઆને શરૂ કર્યો બિઝનેસ

મુંબઈ, શિલ્પા શેટ્ટીનો દીકરો વિઆન ખૂબ જ ટેલેન્ટેડ છે અને તેની ઝલક એક્ટ્રેસના સોશિયલ મીડિયા પર પણ જાેવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી શિલ્પા ઘણીવાર દીકરા વિઆનની બેકિંગ સ્કિલ તેમજ અન્ય ક્રિએટિવિટીના વીડિયો શેર કરતી રહે છે, જે ફેન્સને પણ પસંદ આવે છે. વિઆન હજી દસ વર્ષનો છે અને ત્યારથી જ પોતાનો બિઝનેસ શરૂ કરીને આંત્રપ્રિન્યોર બની ગયો છે.
આ વાતની જાણકારી પ્રાઉડ મોમ શિલ્પાએ વીડિયો શેર કરીને આપી છે. જેમાં તેણે દીકરાના સ્ટાર્ટ અપના આઈડિયા વિશે જણાવ્યું અને તે કસ્ટમાઈઝ્ડ સ્નીકર્સ પણ દેખાડ્યા, જે વિઆને ખાસ તેના માટે બનાવ્યા છે. આ બિઝનેસ શરૂ કરવા પાછળ તેનો એક નેક વિચાર પણ જાેડાયેલો છે. વિઆન રાજ કુંદ્રાએ તેની બ્રાન્ડનું નામ VRKICKS અને Viaan Kicks રાખ્યું છે.
આ કંપની ઓર્ડર આપવા પર કસ્ટમાઈઝ્ડ જૂતાં, કપડા અને બેગ બનાવે છે. આ પ્રોડક્ટની કિંમત ૪,૯૯૯ રૂપિયાથી શરૂ થાય છે. સૌથી ખાસ વાત એ છે કે, તેનાથી થનારી આવક શિલ્પા શેટ્ટીના ફાઉન્ડેશનને આપવામાં આવશે, જે અનાથ બાળકોને મદદ કરવાનું કામ કરે છે તેમજ તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડે છે.
View this post on Instagram
શિલ્પા શેટ્ટીએ વીડિયોની સાથે લખ્યું છે કે મારા દીકરા-વિઆન રાજનું પહેલું અને યુનિક બિઝનેસ વેન્ચર @vrkickss કસ્ટમાઈઝ્ડ સ્નીકર્સ બનાવે છે. નાના બાળકો અને તેમના સપનાઓને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડવું જાેઈએ.
આઈડિયાથી લઈને બિઝનેસનો કોન્સેપ્ટ તેમજ ડિઝાઈન અને વીડિયો સુધી બધું તેણે જાતે જ કર્યું છે. તે તેનું છે! આંત્રપ્રિન્યોર અને ડિરેક્ટર. આટલી નાની ઉંમરમાં તેણે પોતાની કેટલીક આવક દાન કરવાનું વચન આપ્યું છે તે અદ્દભુત છે. તે માત્ર ૧૦ વર્ષનો છે. તેણે મને આશ્ચર્યચકિત કરી દીધી છે.
ઓલ ધ બેસ્ટ, મારા દીકરા’. એક્ટ્રેસના રાખી ભાઈ રાજીવ અડાતિયાએ પણ લખ્યું છે ‘તે મારા ક્યારે બનાવી રહ્યો છે! રાહ જાેઈ શકતો નથી’. ટીવી એક્ટ્રેસ સ્મૃતિ ખન્નાએ તેના વિચારને બિરદાવ્યો છે તો કોરિયોગ્રાફર ફરાહ ખાને તેના કોન્ફિડન્સના વખાણ કર્યા છે.
વિઆનને સૌથી પહેલો ઓર્ડર મમ્મી શિલ્પા શેટ્ટી તરફથી મળ્યો હતો. તેણે તેની બ્રાન્ડ VRKICKSનું પણ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું છે અને આભાર માનતાં લખ્યું છે ‘આભાર @theshilpashaty મમ્મી. તું શ્રેષ્ઠ છે! મિત્રો તમારા કસ્ટમાઈઝ્ડ સ્નીકર્સ બનાવવા માટે મને મેસેજ કરો. રકમ શિલ્પા શેટ્ટી ફાઉન્ડેશનમાં જશે’. ત્રણ વર્ષ બાદ એટલે કે ૨૦૧૨માં દીકરા વિઆનનો જન્મ થયો હતો. ૨૦૨૦માં સરોગસીથી કપલ દીકરી સમિષાના માતા-પિતા બન્યા હતા.SS1MS