શિંદે, ફડનવીસ અને પવાર એક મંચ પર સાથે જાેવાયા
મુંબઈ, મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપીપ્રમુખ શરદ પવાર એક મંચ પર જાેવા મળ્યા હતા. બુધવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા આશિષ શેલાર સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર સાથે મુંબઈ ક્રિકેટ સંઘ (એમસીએ)ની ચૂંટણી પહેલા સ્પેશિયલ ડિનરમાં હાજરી આપી હતી. આ અવસર પર શિંદેએ કહ્યું કે, પવારના તેના અને બીજેપી નેતાઓ સાથે મંચ શેર કરતા કેટલાક લોકોની રાતવી ઉંઘ ઉડી શકે છે.
જાે કે, એકનાથ શિંદેએ કોઈનું નામ નથી લીધું પરંતુ તેમનું નિવેદન પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે હોવાનું માનવામાં આવી રહ્યું છે. શિંદેએ આ અવસર પર કહ્યું કે, પવાર, ફડણવીસ અને શેલારને એક જ મંચ પર જાેતા કેટલાક લોકોની ઊંઘ ઊડી શકે છે. પરંતુ આ રાજકારણ કરવાની જગ્યા નથી. અમે બધા રમતના ચાહકો અને સમર્થકો છીએ. એટલા માટે અમે અમારા રાજકીય મતભેદો હોવા છતાં રમતના વિકાસ માટે સાથે આવ્યા છીએ.
શિંદે જૂથના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહા વિકાસ અઘાડી સરકાર પડી ભાંગી હતી. શિવસેનાના ૫૫માંથી ૩૯ ધારાસભ્યો સાથે શિંદેના વિદ્રોહના કારણે પણ પાર્ટીમાં ભંગાણ થયું હતું. ત્યારબાદ એકનાથ શિંદેએ બીજેપી સાથે ગઠબંધન કરી લીધું હતું. ત્યારબાદ એકનાથ શિંદે સીએમ બન્યા હતા અને દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ.
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓના પાંચ પદ માટે એમસીએના ૯ કાઉન્સિલર અને ટી૨૦ની જનરલ કાઉન્સિ, મુંબઈના બે પ્રતિનિધિઓ માટે ૨૦ ઓક્ટોબરે મતદાન થવાનું છે. ઠાકરેના નજીકના સહયોગી મિલિંદ નાર્વેકર અને એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડ પણ ચૂંટણી લડી રહ્યા છે. પવાર અને બીસીસીઆઈના નવા નિયુક્ત કોષાધ્યક્ષ અને ભાજપના આશિષ શેલારે પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે.