સાપની આંખો પર ટોર્ચની રોશની પાડો તો ત્યાં ઉભો રહી જશે
નવી દિલ્હી, સાપ વિશે તમે જાતજાતની વાતો સાંભળી હશે. પરંતુ આજે અમે તમને એક એવી જાણકારી આપીશું જે બહુ ઓછા લોકો જાણતા હશે. ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યાં સાપની વાતો વધારે સાંભળવા મળશે. એવામાં અમે તમને એક સાપ વિશેની નવી જાણકારી આપીશું.
આ વાત સાંભળીને તમે પણ બે મિનિટ માટે વિચારમાં પડી જશો. સાપ વિશે તમે અનેક વાર એવું સાંભળ્યુ હશે કે સાપને તમે છછેડતા નથી તો એ તમને કંઇ નહીં કરે. તો જાણો સાપ વિશેની એવી વાત જે તમે જાણીને વિચારમાં પડી જશો.
આમ, તમને જણાવી દઇએ કે યુપી, બિહાર, એમપી, રાજસ્થાન, ઝારખંડ અને પ્રશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં લોકોના ઘરમાં સાપ મળતા હોય છે. આ લોકો કોઇ રેસ્ક્યુ ટીમને બોલાવતા હોતા નથી. જો કે જ્યાં સુધી એ લોકો આવે છે ત્યાં સુધીમાં તો કોઇ કાંડ થઇ ગયો હોય.
આ સમયે સાપમાંથી બચવા માટે લોકો અનેક પ્રયત્નો કરતા હોય છે. અલગ-અલગ રાજ્યોમાં સાપને લઇને અનેક ધાર્મિક માન્યતાઓ રહેલી હોય છે.
જ્યારે ઘરમાં સાપ નીકળે છે ત્યારે કહેવાય છે કે નાગ-નાગિનની ગુફા હોય છે. સાપને મારો નહીં, લોકો સાપને કંઇ કરતા નથી અને અનેક રસ્તાઓ શોધી લેતા હોય છે, પરંતુ કેટલાક રાજ્યોમાં આવું હોતુ નથી. સાપનો ઇતિહાસ સમજશો તો તમને એ વાતની જાણ થશે કે દુનિયામાં સાપની અનેક પ્રજાતિઓ હોય છે.
ભારતમાં સાપની લગભગ ૩૦૦ પ્રજાતિઓ મળી આવે છે. આ પ્રજાતિઓમાં લગભગ ૫૦ પ્રજાતની સાપ ખૂબ ઝેરી હોય છે. રાત્રે સાપ મળે કે દિવસે આનાથી બચવું ખૂબ જરૂરી છે.
આમ, તમને જણાવી દઇએ કે સાપ ગમે તેટલો ઝેરી હોય અને તમે એની આંખો પર ટોર્ચની રોશની પાડો છો તો સાપ ત્યાં ઉભો રહી જશે. આ ટાઇમે તમને એટલો સમય મળી જશે કે તમે કોઇ બીજો રસ્તો શોધી લો. આ માટે યુપી બિહારમાં લોકો રાત્રે નીકળે ત્યારે ટોર્ચ લઇને જાય છે અને ઊંઘતી વખતે તકિયા પાસે રાખે છે જેથી કરીને સમયે એનો ઉપયોગ કરી શકે.SS1MS