શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ થકી વિકાસ માટે સક્ષમ બનાવવા

AI Image
અમદાવાદ, ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે જરૂરી સાધનો, ટેકનોલોજી અને આંતરદૃષ્ટિથી સશક્ત બનાવવા માટે ભારતના અગ્રણી ઈકોમર્સ સક્ષમકર્તા પ્લેટફોર્મ, શિપરૉકેટે અમદાવાદમાં શિપ્રૉકેટ યાત્રા 2025નું આયોજન કર્યું હતું.
વૃદ્ધિની ઘરેલુ અને વૈશ્વિક તકોને અનલૉક કરવા માટે MSMEs કેવી રીતે ઈકોમર્સ સક્ષમતાનો ઉપયોગ કરી શકે તેની ચર્ચા કરવા માટે આ ઈવેન્ટ ઉદ્યોગના અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો, અભિપ્રાય આપતાં મુખ્ય અગ્રણીઓ (KOLs) અને ઈનોવેટર્સને એક મંચ પર લાવી હતી.
શિપરોકેટના ડોમેસ્ટિક શિપિંગના સીઈઓ અતુલ મહેતાએ કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “ભારતમાં MSMEs ઘણીવાર તેમની ઈકોમર્સ યાત્રાના દરેક તબક્કે, ડિજિટલ ઓનબોર્ડિંગ અને ઓર્ડર પરિપૂર્ણતાથી લઈને ગ્રાહક અનુભવ અને માપનીયતા સુધીના નોંધપાત્ર પડકારોનો સામનો કરે છે. અમદાવાદમાં શિપરોકેટ યાત્રા 2025 વૃદ્ધઇના મુખ્ય બજાર તરીકે ગુજરાતના મહત્વને ઉજાગર કરે છે. પ્રદેશમાં અમારા વિક્રેતા સમુદાયની અસાધારણ વૃદ્ધિની વાર્તાઓ ઈકોમર્સ સક્ષમતાની પરિવર્તનશીલ ભૂમિકાને રેખાંકિત કરે છે. અમારી પ્રતિબદ્ધતા આ વ્યવસાયોને અદ્યતન સાધનો અને માલિકીની ટેકનોલોજીથી સજ્જ કરવાનું યથાવત્ રાખવાનું છે, જે તેમને વધુ સારી શોધક્ષમતા, ગ્રાહકના અનુભવમાં સુધારો અને ટકાઉ વિકાસમાં મદદ કરે છે.”
શિપરોકેટ માટે ગુજરાત એક વ્યૂહાત્મક બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં રાજ્યના 32,000થી વધુ વિક્રેતાઓ આજ સુધીમાં પ્લેટફોર્મ સાથે જોડાયાં છે. આ વિક્રેતાઓએ સામૂહિક રીતે 4.5 કરોડથી વધુ શિપમેન્ટનું યોગદાન આપ્યું છે, જે પ્રદેશની મજબૂત ડિજિટલ સ્વીકૃતિ અને ઉદ્યોગસાહસિકતાની ચપળતાનો પુરાવો છે. નાણાકીય વર્ષ 2025માં જ, ગુજરાતમાંથી શિપમેન્ટ વોલ્યુમ અંદાજે 1.4 કરોડ સુધી પહોંચ્યું છે, જે વાર્ષિક ધોરણે 28%ની વૃદ્ધિ દર્શાવે છે.
પ્રદેશના વિક્રેતાઓએ નિકાસમાં પણ નોંધપાત્ર ભૂમિકા અદા કરી છે, તેમની પહોંચ સ્થાનિક બજારથી આગળ વધીને વૈશ્વિક ગ્રાહકો સુધી વિસ્તારી છે, જે મેળવી શકાય તેવા અને ટેક-આધારિત સોલ્યુશન્સ ઓફર કરીને ઉભરતા ભારત માટે ઈકોમર્સનો વ્યાપ વધારવાના શિપ રૉકેટના મિશન સાથે સંપૂર્ણ રીતે સંરેખિત થયા છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પી સી સ્નેહલ ગ્રુપના એમડી અને સીવાયએસડીપી ખાતે વૈશ્વિક સલાહકાર, , શ્રી ચિરંજીવ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના MSMEs ડિજિટલ ટૂલ્સ અને ટેકનોલોજી અપનાવીને વિકાસને કેવી રીતે વેગ આપી શકે છે તેના પર તેમણે ઉંડાણપૂર્વકની માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ટેકનોલોજી MSMEs માટે ઉત્પ્રેરક તરીકે કામ કરી શકે છે, પરંપરાગત બિઝનેસ મોડેલ્સને ચપળ અને સ્કેલેબલ કામગીરીમાં પરિવર્તિત કરી શકે છે. આ ઉત્ક્રાંતિને સરળ બનાવવા માટે શિપરૉકેટ યાત્રા જેવા કાર્યક્રમો આવશ્યક છે.”
આ કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ સેશન્સ, ગુજરાતના વિક્રેતાઓની વાસ્તવિક કેસ સ્ટડીઝ અને શિપરોકેટ દ્વારા વિકસિત કરાયેલા AI-સંચાલિત ઈકોમર્સ ટૂલ્સનું પ્રદર્શન સામેલ હતું. MSME સહભાગીઓએ રજૂ કર્યું હતું કે તેમણે શિપરોકેટના સમગ્રલક્ષી સક્ષમતા પ્લેટફોર્મના માધ્યમથી કામગીરીને કેવી રીતે વધારી છે અને કાર્યક્ષમતામાં કેવી રીતે સુધારો કર્યો છે.
શિપરોકેટ યાત્રા 2025એ ઝડપથી વિકસતી ઈકોમર્સ ઇકોસિસ્ટમમાં જ્ઞાનની વહેંચણી, ભાગીદારીની તકો અને નવીનતા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે સેવા આપી છે, જે ભારતની ડિજિટલ કોમર્સ વૃદ્ધિની વાર્તામાં ગુજરાતના સતત નેતૃત્વ માટે સૂર પુરાવે છે.