Western Times News

Gujarati News

શિવસેના ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ અલ્વાને સમર્થન આપશે

મુંબઇ, શિવસેનાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે શિવસેના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારને સમર્થન આપશે. તેમણે કહ્યુ કે શિવસેનાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દ્રૌપદી મૂર્મુને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તે કોઈ ભાવનામાં લેવાયેલો ર્નિણય નહોતો.

દ્રૌપદી મૂર્મુ એક દલિત મહિલા છે અને મહારાષ્ટ્રમાં મોટાભાગે આદિવાસી રહે છે. અમારા ઘણા સાંસદો અને ધારાસભ્યો પણ આદિવાસી છે, મૂર્મુ સાથે લાગણીઓ જાેડાયેલી છે, અમારી પાર્ટીના નેતાઓ પણ દ્રૌપદી મૂર્મુ સાથે ભાવનાત્મક રીતે જાેડાયેલા છે, તેથી જ શિવસેનાએ મૂર્મુને સમર્થન જાહેર કર્યુ હતુ પરંતુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને પોતાનો મત આપીશુ.

તમને જણાવી દઈએ કે ભાજપે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ વિપક્ષની બેઠક પણ યોજાઈ હતી અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર ચર્ચા થઈ હતી. જાે કે, ટીએમસીના વડા મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટીના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા.

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર ચર્ચા કરવા માટે ૧૭ વિરોધ પક્ષોના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. જેમાં સીપીઆઈએમ, ટીઆરએસ, રાજદ, શિવસેના, કોંગ્રેસ, આઈયુએમએલ સહિત અન્ય પક્ષોએ ભાગ લીધો હતો. આ નેતાઓની બેઠક શરદ પવારના ઘરે થઈ હતી. આ દરમિયાન માર્ગારેટ આલ્વાના નામ પર સર્વસંમતિ સધાઈ હતી અને તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.

શરદ પવારે કહ્યુ કે મમતા બેનર્જી એક બેઠકમાં વ્યસ્ત હતા તેથી તેઓ મીટીંગમાં હાજર રહી શક્યા ન હતા પરંતુ હું તેમના સંપર્કમાં છુ અને મીટીંગ પહેલા તેમની સાથે વાત કરી હતી.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે આજે વિપક્ષના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારનો ર્નિણય લેવામાં આવ્યો છે પરંતુ મમતા બેનર્જી મીટિંગમાં વ્યસ્ત છે. જેના કારણે તેઓ અહીં આવી શક્યા નથી પરંતુ તેમણે શરદ પવાર સાથે વાત કરી છે.

રામ ગોપાલ યાદવ, સીતારામ યેચુરી, ટીઆરએસના કેકે સંજય રાઉત, કેશવ રાવ, એડી સિંહ, જયરામ રમેશ, મલ્લિકાર્જુન ખડગે, ઇટી મોહમ્મદ બશીર, વાઈકો, ટીઆર બાલુએ બેઠકમાં હાજરી આપી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.