શિવાલયમાં ચારેય દિશામાંથી થાય છે શિવલિંગના દર્શન

જામનગર, દેશના કાશીમાં અઢળક શિવ મંદિરો આવેલા છે. જામનગરમાં પણ અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. જામનગરની જનતાને ધર્મપ્રેમ જનતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત તહેવારે મોટી સંખ્યામાં લોકો મંદિરોમાં દર્શન અર્થે આવે છે.
જેમાં કેટલાક શિવ મંદિરો તો રાજાશાહી વખતથી પણ જૂના છે.એટલે જામનગરને પણ છોટી કાશી નામ મળ્યું છે. જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર સૌથી પ્રસિદ્ધ મંદિર છે. અહીં ચારેય દિશામાંથી ભગવાન ભોળાનાથનાં દર્શન કરી શકાય છે.
જામનગર જેને છોટી કાશી ગણવામાં આવે છે. હિન્દુ ધર્મના સૌથી વધુ જામનગરમાં મહાદેવના મંદિરો આવેલા છે. જેથી છોટી કાશી તરીકેની ઓળખ ઉભી થઇ છે.
જામનગરમાં વહેલી સવારથી જ ભક્તોએ શિવાલયોમાં દોડ લગાવી ભગવાનના પૂજા, અર્ચન કર્યા હતા અને દુધની ધારાવાહી પણ કરી હતી. જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર સૌથી પ્રસિદ્ધ છે. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે.
આ મંદિર સદીઓ જૂનું છે. જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર ૭૨ સ્તંભ પર ઉભેલું છે. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર વિશે વાત કરતાં આ મંદિરના પુજારી સુખદેવ મહારાજ જણાવે છે કે, ભારતમાં માત્ર બે થી ત્રણ જ આવા મંદિર છે, જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી કરી શકાય છે. એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજું જામનગરમાં છે.
આવું જ એક નેપાળમાં પશુપતિનાથ મહાદેવ મંદિર પણ છે. આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાંનિધ્યમાં વિશ્વાન બ્રાહ્મણો દ્વારા પુજા, અર્ચન, પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવી હતી.
સમયે જામનગરના મુખ્ય વજીર કરસનભાઇ પુંજાણીભાઇની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં અન્ય મંદિર જેમ ગણપતી, કાળભૈરવ, હનુમાનજી, ચંડભૈરવ, બટુક ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.SS1MS