Western Times News

Gujarati News

શિવસેના ચૂંટણી ચિન્હ ‘ધનુષ-બાણ’નો ઉપયોગ કરી શકશે નહિંઃ ઇલેક્શન કમીશન

મુંબઇ, કેન્દ્રીય ચૂંટણી પંચે ધનુષ બાણ ચૂંટણી ચિન્હને તાત્કાલિક માટે ફ્રીજ કરી દીધું છે. એટલે કે હવે ૩ નવેમ્બરના રોજ મુંબઇના અંધેરી વિધાનસભાની પેટાચૂંટણી યોજાવવાની છે, તેમાં નવા ચૂંટણી સાથે જવું પડશે. આ ચૂંટણીમાં ધનુષબાણ ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી શકાશે નહી.

આ પહેલાં શનિવારે જ ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાના દાવાના પક્ષમાં તથ્યો સાથે જાેડાયેલા કાગળ ચૂંટણી પંચને સોંપે. ત્યારબાદ ચૂંટણી પંચમાં આ મુદ્દે ચાર કલાક સુધી મીટીંગ ચાલી. આ મીટીંગ બાદ ચૂંટણી પંચે આ ર્નિણય કર્યો કે શિવસેનાનું ચૂંટણી ચિન્હ ના તો શિંદે જૂથને મળશે ના તો ઠાકરે જૂથને.

મુંબઇના અંધેરી વિધાનસભાની પેટાચૂંટણી ૩ નવેમ્બરના રોજ યોજાવવાની છે. શિવસેનાના ઠાકરે દિવંગત ધારાસભ્ય રમેશ લટકેની પત્ની ઋતુકા લટકેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. શિંદે જૂથ ભાજપના ઉમેદવાર મુરજી પટેલને સપોર્ટ કરી રહ્યો છે. ઠાકરે જૂથે ચૂંટણી કમિશનને કહ્યું હતું કે

જ્યારે શિંદે જૂથ પોતાના ઉમેદવાર ઉભા રાખતા નથી તો તે ચૂંટણી કમિશન પર જલદી ર્નિણય લેવાનું દબાણ કેમ બનાવી રહ્યું છે? સાથે જ જ્યાં સુધી ર્નિણય થઇ જતો નથી ત્યાં સુધી ઠાકરે જૂથને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવા દેવામાં આવે. પરંતુ ચૂંટણી કમિશને તાત્કાલિક આ ચૂંટણી ચિન્હને ફ્રીજ કરવાનો ર્નિણય આપ્યો.

ફક્ત ચૂંટણી ચિન્હની વાત નથી ચૂંટણી કમિશને બંને જૂથના ર્નિણય સુધી પાર્ટીના નામના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે બંને જૂથને સ્પષ્ટ કરવું પડશે કે તે કયા જૂથના છે. તેઓ એવું કહીને મતદાતાનો સંપર્ક કરી શકશે નહીં કે તેઓ અસલી શિવસેના છે. જ્યાં સુધી અંતિમ રૂપથી આ ર્નિણય થઇ જતો નથી કે શિવસેના કોની, ત્યાં સુધી તેમની ઓળખ ‘ઠાકરે જૂથ’ અને ‘શિંદે જૂથ’ તરીકે થશે.

હવે સોમવાર સુધી બંને જૂથો પાસે નવા ચૂંટણી ચિન્હનો પ્રસ્તાવ અને વિકલ્પ હશે. ઠાકરે જૂથ શરૂથી ઇચ્છતું હતું કે સુપ્રીમ કોર્ટના ર્નિણય સુધી ચૂંટણી પંચનો ર્નિણય ન આવે. તેના માટે ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી કાઢી હતી.

ઠાકરે જૂથે પોતાના પક્ષના કાગળીયા જમા કરવામાં પણ ત્રણ ચાર ટાલમટોલ કરી અને સમય માંગ્યો. ચૂંટણી પંચ પાસેથી સમય મળ્યો હતો. ઠાકરે જૂથનું કહેવું છે કે તાત્કાલિક ર્નિણય લેવાની જરૂર નથી. ભાજપને ફાયદો પહોંચાડવા માટે શિંદે જૂથ તાત્કાલિક ર્નિણય લેવાની માંગ કરી રહ્યો છે.

ઠાકરે જૂથનું કહેવું છે કે જ્યાં સુધી ચૂંટણી ચિન્હ પર ર્નિણય થઇ જતો ત્યાં સુધી ચૂંટણી ચિન્હ તેમની સાથે રહેશે. તેમાં શું સમસ્યા છે? અંધેરી પેટાચૂંટણીમાં ઠાકરે જૂથ ધનુષબાણ ચૂંટણી ચિન્હ સાથે ચૂંટણી લડ્યા, તેમાં શિંદે જૂથને સમસ્યા શું છે? તેમના તો ઉમેદવાર ઉભા નથી. આવું ફક્ત અને ફક્ત ભાજપના ઇશારે કરવામાં આવી રહ્યું છે.

જાેકે ઠાકરે જૂથ ચૂકાદામાં મોડું એટલા માટે પણ ઇચ્છે છે કારણ કે જાે બંને જૂથના દાવા મજબૂત મળી આવ્યા તો ચૂંટણી કમિશન ચિન્હ રદ પણ કરી શકે છે. આ બંનેના દાવામાં દમ નથી. ત્યારે પણ ચૂંટણી કમિશન આવું કરી શકે છે. અને આવું ન પણ થયું તો બંને જુથો માટે ચૂંટણી ચિન્હ મળવાના ૫૦-૫૦ ચાન્સીસ છે.

ઠાકરે જૂથ ઇચ્છે છે કે જ્યાં સુધી ધનુષ બાણ ચૂંટણી ચિન્હ તેની પાસે છે, તે અંધેરી પેટા ચૂંટણી તે ચૂંટણીથી લડી શકશે, કારણ કે નવું ચૂંટણી ચિન્હ વોટરોના મગજમાં બેસાડવા માટે હવે એટલો સમય પણ બચ્યો નથી. ચૂંટણી પ્રચારનું કામ શરૂ થઇ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.