સુશાંતને પિતા સાથે સારા સંબંધો નહોતાઃ શિવસેના

એક્ટર મુંબઈમાં રહીને મુંબઈગરો બની ગયો હતો-સામનામાં બિહારની સરકાર પર આરોપ મૂકીને કહ્યું કે બિહાર સરકારે આ પ્રશ્ને દખલ કરવાની જરૂર નહોતી
મુંબઈ, મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેનાના દાવા પ્રમાણે અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતને અને તેના પિતાવચ્ચેના સંબંધો સારા નહોતા. શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રગટ થયેલા લેખમાં આવો દાવો કરાયો છે. સામનામાં બિહારની રાજ્ય સરકાર પર આરોપ મૂકીને કહ્યું હતું કે બિહાર સરકારે આ બાબતમાં દખલ કરવાની જરૂર નહોતી. સુશાંત છેલ્લાં થોડાં વરસોથી મુંબઇગરો બનીગયો હતો. એને નામ અને ધન બંને મુંબઇએ આપ્યાં હતાં. એના અપમૃત્યુની તપાસ મુંબઇ પોલીસ સારી રીતે કરી રહી હતી.
સામનાએ એેવો સવાલ કર્યો હતો કે સુશાંતના સંઘર્ષના દિવસોમાં તો બિહારે એની સાથે નહોતું. નામ અને પૈસા આવ્યા બાદ બિહારને યાદ આવ્યું હતું કેસુશાંત બિહારનો હતો. સામનાએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતેા કે બિહાર પોલીસ કંઇ ઇન્ટરપોલ નથી. મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે બિહાર પોલીસે એમાં માથું મારવાની કોઇ જરૂર નહોતી. સીબીઆઇ અથવા બિહાર પોલીસ જ આ કેસને હલ કરી શકે છે એવી માન્યતાપણ સાચી નથી.
સામનામાં એવો આક્ષેપ કરાયો હતો કે બિહાર પોલીસના ડાયરેક્ટર જનરલ ગુપ્તેશ્વર પાંડેને નીતિશ કુમારના જનતા દળ યુ અથવા ભાજપ પાસેથી ચૂંટણી ટિકિટ મેળવવાની ઇચ્છા છે એટલે એ આટલી બધી હો હા કરે છે. અમને એ જોઇને હસવું આવે છે કે જેણે ભાજપનીચૂંટણી ટિકિટ પર ઉમેદવારી કરી છે એ હવે મુંબઇ પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઊઠાવી રહ્યા છે. SSS