રણબીર-આલિયાના મહેમાન બન્યા શ્લોકા અને આકાશ

મુંબઈ, બોલિવુડ એક્ટર રણબીર કપૂર અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા છે. બંને પોતપોતાની પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત હોવા છતાં એકબીજાને મળવાનો સમય કાઢી જ લે છે. બુધવારે રાત્રે આકાશ અંબાણી પત્ની શ્લોકા મહેતા સાથે રણબીર કપૂર અને પત્ની આલિયા ના પાલી હિલમાં આવેલા ઘરે પહોંચ્યા હતા.
શ્લોકા અને આકાશ હાઈ સિક્યુરિટી સાથે આલિયા-રણબીરના ઘરે પહોંચ્યા હતા. પેરેન્ટ્સ ટુ-બી આલિયા અને રણબીર કપૂર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રીલિઝ પછી હવે થોડો હળવાશનો સમય માણી રહ્યા છે. શ્લોકા અને આકાશ તેમની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા પહોંચ્યા હતા. આકાશ અને શ્લોકા રણબીર-આલિયાના ઘરે પર્સનલ સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ સિક્યુરિટી સાથે પહોંચ્યા હતા.
રણબીર અને આલિયાના ઘરે પહોંચેલા શ્લોકા અને આકાશે વ્હાઈટ રંગના કપડામાં ટિ્વનિંગ કર્યું હતું. ગાડીઓના કાફલા સાથે તેઓ રણબીરના ઘરે પહોંચ્યા હતા. આલિયા-રણબીરના ઘરેથી નીકળતી વખતે આકાશ જાતે કાર ડ્રાઈવ કરતો જાેવા મળ્યો હતો.
કપલના ઘરની બહાર ઊભેલા ફોટોગ્રાફર્સને શ્લોકા અને આકાશે સ્માઈલ આપી હતી. આકાશ અંબાણી રણબીરના ઘરેથી નીકળ્યો ત્યારે તેની પાછળ નીકળેલો ગાડીઓનો કાફલો જાેવા જેવો હતો.
રણબીર કપૂર અને આકાશ અંબાણીની ઉંમરમાં ૧૧ વર્ષનો તફાવત છે પરંતુ મીડિયા રિપોર્ટનું માનીએ તો ફૂટબોલ અને ફિલ્મો પ્રત્યેના તેમના પ્રેમે તેમને મિત્રો બનાવ્યા છે. રણબીર અને આકાશની મિત્રતા ખાસ્સી ગાઢ છે. થોડા વર્ષો પહેલા આકાશે લંડનમાં બર્થ ડે ઉજવ્યો હતો જેમાં મનોરંજન જગતમાંથી માત્ર રણબીર કપૂરને સામેલ થયો હતો. જાેકે, રણબીર સાથે કરણ પણ લંડન ગયો હતો.
જાેકે, મુંબઈ હોય કે લંડન રણબીર અને આકાશ સતત સંપર્કમાં રહે છે. આકાશ અંબાણીના લગ્નમાં તેમજ ઈશા અંબાણીના લગ્નમાં પણ રણબીર કપૂર સામેલ થયો હતો. ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન યોજાયા હતા. કપલે માત્ર અંગત પરિવારજનો અને મિત્રોને જ બોલાવ્યા હતા.
આ લગ્નમાં પણ શ્લોકા અને આકાશ સામેલ થયા હતા. રણબીર-આલિયા સાથેની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રણબીર-આલિયાની વાત કરીએ તો, કપલે પાંચ વર્ષ ડેટિંગ કર્યા પછી મુંબઈ સ્થિતિ તેમના ઘરે જ લગ્ન કર્યા હતા. જૂન મહિનામાં આલિયા ભટ્ટે પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.SS1MS