શોએબ અખ્તર અભિનેત્રી સોનાલી બેંદ્રેના પ્રેમમાં પડ્યો હતો
મુંબઈ, બોલિવૂડથી લઈને સાઉથ સુધી પોતાની એક્ટીંગના દમ પર રાજ કરી ચુકેલી સોનાલી બેંદ્રે આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી. લોકો તેના લુક અને અદાના દીવાના છે. એક્ટ્રેસની ફેન ફોલોઈંગ દેશની સાથે સાથે બહાર પણ છે. ત્યાં સુધી કે પાકિસ્તાની ક્રિકેટર પણ તેના ફેન છે.
એક ક્રિકેટર તો એટલો બધો દીવાનો હતો કે, તેણે તેનું કિડનેપ કરવાનું મન બનાવી લીધું હતું. સોનાલી બેંદ્રે ૪૮ વર્ષની છે અને તેની પોપ્યુલારિટી આજે પણ કોઈનાથી ઉતરતી નથી. તેમના ચાહનારા લોકોની યાદી લાંબી છે. આમ તો તેનું નામ સુનીલ શેટ્ટી સહિત કેટલાય એક્ટર્સ સાથે જાેડાઈ ચુક્યું છે, તેમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરનું નામ પણ સામેલ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અખ્તર તેનો બહુ મોટો ફેન હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, જાેઈએ તો, પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર તેના માટે કોઈ પણ હદે જવા તૈયાર હતો. એક ઈન્ટરવ્યૂમાં ક્રિકેટરે તેના કિડનેપની વાત પણ કહી દીધી હતી.
તેણે કહ્યું હતું કે, જાે પ્રપોઝલ સ્વીકારશે નહીં , તો તે તેને કિડનેપ કરી લેશે. જાે કે, આ વાત તેણે મજાકમાં કહી હતી. આમ જાેવા જઈએ તો, સોનાલી બેંદ્રેનું નામ કેટલાય એક્ટર્સ સાથે જાેડાઈ ચુક્યું છે. પણ બાદમાં તેણે ડાયરેક્ટર ગોલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા હતા.
તેમના લગ્ન ૧૨ નવેમ્બર ૨૦૦૨ના રોજ થયા હતા. બંનેની મુલાકાત ૧૯૯૪માં થઈ હતી. ગોલ્ડી તેને ખૂબ પસંદ કરવા લાગ્યો હતો. જ્યારે ગોલ્ડીએ સોનાલી સામે પોતાની દિલની વાત રજૂ કરી તો, તે ના પાડી શકી નહીં અને બંનેએ લગ્ન કરી લીધા. આ ઉપરાંત જાે એક્ટ્રેસની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તેણે પોતાના કરિયરની શરુઆત હિન્દી ફિલ્મોથી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ ‘આગ’ હતી.
જે ૧૯૯૪માં રિલીઝ થઈ હતી. આ ઉપરાંત એક્ટ્રેસે સાઉથમાં પણ ઘણું કામ કર્યું છે. તેની સૌથી પહેલી તમિલ ફિલ્મ બોમ્બે હતી. તેમાં તેણે હુમ્મા હુમ્મા ગીતમાં સ્પેશિયસ અપીયરેંન્સ કર્યું હતું. તો વળી તમિલમાં તે Kadhalar Dhinam અનેKannodu Kanbathellam જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. સોનાલીએ તમિલ ઉપરાંત કન્નડ અને તેલુગૂ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં તેમણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.SS1MS