શોએબે દુબઈમાં ધમાકેદાર સરપ્રાઈઝ સાથે ઉજવ્યો પત્ની દીપિકાનો બર્થ ડે
મુંબઈ, ટીવી સીરિયલ ‘અજૂની’માં જાેવા મળતા એક્ટર શોએબ ઈબ્રાહિમએ પત્ની દીપિકા કક્કડનો બર્થ ડે શક્ય હોય તેટલી ભવ્યતાથી ઉજવવાનો ર્નિણય કર્યો હતો.
થોડા દિવસો પહેલા જ જ્યારે શોએબનો બર્થ ડે હતો ત્યારે દીપિકાએ તેને ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં સહેજ પણ કચાશ નહોતી રાખી અને તેની ચર્ચા પણ ખૂબ થઈ હતી. ત્યારે શોએબે પણ પોતાના બિઝી શૂટિંગ શિડ્યુલમાંથી બ્રેક લીધો અને બર્થ ડે પર પત્નીને દુબઈ લઈ ગયો. શોએબે તાજેતરમાં જ પોતાના એક વ્લોગમાં જણાવ્યું હતું કે, દુબઈ જવું દીપિકાનું સપનું હતું અને તે તેણે તેના બર્થ ડે પર પૂરું કર્યું છે.
દુબઈની ટ્રીપની સરપ્રાઈઝ આપ્યા બાદ શોએબે બર્થ ડે ગર્લ દીપિકાને વધુ એક સરપ્રાઈઝ આપી હતી. ૬ ઓગસ્ટે દીપિકાનો બર્થ ડે હતો ત્યારે તેણે પત્ની માટે લિમોઝીન બુક કરાવી હતી. તેમાં બલૂન્સથી ડેકોરેશન કર્યું હતું. લિમોઝીનમાં દુબઈના રસ્તા પર ફરી રહેલી દીપિકાની ખુશી જાેવા જેવી હતી.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલા આ વિડીયોમાં શોએબ કહે છે, “હેપી બર્થ ડે ડીપી. આજે પણ #dipikakakar જેવા હેશટેગ સાથે તું ટ્રેન્ડ થઈ રહી છે. અમે દુબઈમાં મજા કરી રહ્યા છીએ અને લિમોઝીનમાં ફરી રહ્યા છીએ. પતિએ પ્લાન કરેલી આ સરપ્રાઈઝ જાેઈને દીપિકાની ખુશીનો પાર નહોતો. કપલે લિમોઝનની નાનકડી ટૂર પણ કરાવી હતી. દીપિકાએ અઢળક પ્રેમ આપવા બદલ ફેન્સનો આભાર માન્યો હતો.
શોએબે દીપિકાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે ત્રણ દિવસની દુબઈ ટ્રીપ પ્લાન કરી છે. દીપિકાને બર્થ ડેની શુભકામના આપતાં શોએબે સ્પેશિયલ પોસ્ટ પણ મૂકી છે. બુર્જ ખલીફામાંથી દુબઈનો સુંદર નજારો માણતાં દીપિકાએ કેક ખાઈને બર્થ ડે ઉજવ્યો હતો.
તસવીરોમાં જાેઈ શકો છો કે, દીપિકાએ સુંદર ડ્રેસની સાથે પતિએ ભેટમાં આપેલી ચાંદ બાલી પહેરી છે. આ તસવીરો શેર કરતાં શોએબે લખ્યું, “આજે તારો બર્થ ડે છે. હું માત્ર એટલું જ કહીશ કે થેન્ક્યૂ બચ્ચા, તે જે મારા અને મારા પરિવાર માટે કર્યું છે તેના માટે.
આ નાનકડી સરપ્રાઈઝ એ જણાવવા માટે કે તું મારા માટે કેટલી મહત્વની છે. અને હા, મેં તને વચન આપ્યું હતું. આઈ લવ યુ અને હેપી બર્થ ડે. બુર્જ ખલીફાની મુલાકાત શક્ય બનાવવા માટે @stellartourismનો આભાર. તમે જે આયોજન કર્યું તે શાનદાર હતું.”SS1MS