Western Times News

Gujarati News

શોએબ-દીપિકાએ બાળકના આવતા પહેલા જ નવું ઘર લીધું હતું

મુંબઈ, શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કર બે દિવસ પહેલા જ તેમના નવજાત દીકરાને લઈને હોસ્પિટલથી ઘરે આવ્યા છે. ‘અજૂની’ સીરિયલના એક્ટર શોએબે ઘરે આવ્યા પછી ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર Q&A સેશન રાખ્યું હતું.જેમાં તેણે કામ, પિતા બનવાના અનુભવ વિશે વાત કરી હતી. એક સોશિયલ મીડિયા યૂઝરે પૂછ્યું કે, ફાધરહુડ કેવું ચાલી રહ્યું છે? જવાબમાં શોએબે લખ્યું, હજી તો શરૂઆત થઈ છે. આખી રાત જાગવાની અને મીઠા રુદનથી ટેવાઈ રહ્યા છીએ.” Shoaib-Deepika bought a new house before child

બીજા એક યૂઝરે દીપિકાની તબિયત વિશે સવાલ કર્યો હતો. જેના જવાબમાં તેણે કહ્યું કે, રિકવરી સારી રીતે થઈ રહી છે. શોએબ અને દીપિકાએ બાળકના આવતા પહેલા જ નવું ઘર લીધું હતું અને તેમાં કામ ચાલી રહ્યું છે. આ વિશે એક ફેને પૂછ્યું કે, નવા આલિશાન ઘરમાં ક્યારે રહેવા જશો? જવાબ આપતાં એક્ટરે લખ્યું, “ઘર સંપૂર્ણપણે તૈયાર થઈ જાય પછી જઈશું.

જેથી બેબીને તકલીફ ના પડે. અગાઉ શોએબે એક વ્લોગમાં કહ્યું હતું કે, દીપિકા અને બાળક સાથે સમય વિતાવવા માટે તે ટીવી શો ‘અજૂની’ છોડી દેવાનો છે. જાેકે, પ્રોડક્શન હાઉસે તેને બાળક સાથે વિતાવવા માટે પૂરતો સમય આપશે તેવી ખાતરી આપતાં શોએબ હવે શો છોડવાનો નથી. યૂઝરે પણ તેને શો ના છોડવાની વિનંતી કરતાં તેણે લખ્યું, હું પહેલા શો છોડવાનું વિચારી રહ્યો હતો પરંતુ હવે નથી છોડવાનો. તમે મને રાજવીર બગ્ગા તરીકે જાેઈ શકશો.

દીપિકાએ પણ મા બનવાનો અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યું, “હું ખૂબ ખૂબ ખૂબ ખુશ છું. અમે ઘરે આવી ગયા છીએ એટલે શાંતિ અનુભવી રહ્યા છીએ. મારા ચહેરા પર અલગ જ પ્રકારની ચમક છે. હું સહેજ પણ ઊંઘી નથી છતાં મારા ચહેરા પર ગ્લો છે.” જણાવી દઈએ કે, શોએબ અને દીપિકા તેમના દીકરાને લઈને ૧૦ જુલાઈના રોજ ઘરે આવ્યા હતા. ઘરે બાળક અને ન્યૂ પેરેન્ટ્‌સનું શાનદાર સ્વાગત થયું હતું. જેની ઝલક શોએબે પોતાના વ્લોગમાં દર્શાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.