શોએબે અભિનેત્રી સાથે પોતાના લગ્નનો ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે
સના પાક.ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રી
શોએબ મલિકે ફેમિલી ફંક્શનમાં સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા, દરેક જગ્યાએ સવાલ છે કે હવે સાનિયા મિર્ઝાનું શું થશે
મુંબઈ,પાકિસ્તાની ક્રિકેટમાંથી એક ચોંકાવનારા સામાચાર સામે આવ્યા છે. ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે બીજા લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના અલગ થવાની ચર્ચા વચ્ચે થયા હતા. આ કપલે ૨૦ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો શેર કરી હતી. હાલમાં જ સાનિયાએ તેના લગ્ન વિશે એક પોસ્ટ કરી હતી, જેણે ભારે ચકચાર જગાવી હતી.
હવે આ ક્રિકેટરે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે પોતાના લગ્નનો ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. સના જાવેદ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. લાંબા સમયથી શોએબ અને સાનિયા મિર્ઝાના અલગ થવાની અફવાઓ ચાલી રહી હતી. એવામાં આ તસવીર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે શોએબ મલિકે બીજા લગ્ન કર્યા છે, આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ તેની નવી પત્ની વિશે જાણવા માંગે છે.
તમને જણાવી દઈએ કે, શોએબ મલિકે આયેશા ઉમર સાથે લગ્ન કર્યા નથી. તેણે અન્ય એક પાકિસ્તાની અભિનેત્રીને પોતાની પત્ની બનાવી છે, જેનું નામ સના જાવેદ છે. શોએબ મલિકે ફેમિલી ફંક્શનમાં સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. દરેક જગ્યાએ સવાલ છે કે હવે સાનિયા મિર્ઝાનું શું થશે. આ ઉપરાંત શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડા થઈ ગયા છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
આ સાથે જ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સના જાવેદ કોણ છે? તેણે ૨૦૦૭માં રિલીઝ થયેલી પાકિસ્તાની ફિલ્મ ‘મેહરુનિસા વી લવ યુ’માં દાનિશ તૈમુર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે બિલાલ અશરફ સાથે ‘રંગરેજા’માં પણ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની ડ્રામા ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક સના જાવેદના છૂટાછેડા થઈ ગયા છે. તેણે ૨૦૨૦ માં ગાયક અને ગીતકાર ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ છૂટાછેડા થઈ ગયા.ss1