દીપિકા માટે ખાસ ગિફ્ટ લાવ્યો શોએબ ઈબ્રાહિમ
મુંબઈ, દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ ટીવી ઈન્ડસ્ટ્રીની સુંદર જાેડીઓમાંથી એક છે. દીપિકા અને શોએબનો પ્રેમ અને રોમાન્સ સોશિયલ મીડિયા પર ફેન્સને ખૂબ પસંદ આવે છે. દીપિકા અને શોએબના વીડિયો મોટી સંખ્યામાં લોકો જાેતા હોય છે.
દીપિકા કક્કરનો જન્મદિવસ ૬ ઓગસ્ટના રોજ આવવાનો છે અને તે આ વર્ષે ૩૬મો જન્મદિવસ ઉજવશે. અને પત્ની દીપિકાનો જન્મદિવસને ખાસ બનાવવા માટે શોએબ ઈબ્રાહિમે અત્યારથી તૈયારઓ શરુ કરી છે. તે દરરોજ પત્ની માટે નવી ભેટ લઈને આવે છે. આ દરમિયાન તેણે એક ગિફ્ટ એવી આપી છે જે જાેઈને દીપિકાની આંખોમાં આંસુ આવી ગયા હતા.
શોએબ ઈબ્રાહિમ અત્યારે પોતાના અપકમિંગ પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તે સમય નીકાળીને દીપિકાને સરપ્રાઈઝ આપવાની તૈયારી પણ કરી રહ્યો છે.
શોએબ દીપિકા માટે લાલ ગુલાબ અને બે પ્રકારના ઝાંઝર લઈને આવ્યો હતો. અને હવે શોએબ દીપિકા માટે એક એવી ગિફ્ટ લઈને આવ્યો છે જે જાેઈને દીપિકા ખુશીથી રડી પડી હતી. શોએબે દીપિકા માટે ચાંદ બાલિયાં(કાનના ઝુમખા) ખરીદ્યા હતા. શોએબે સૌથી પહેલા આ ગિફ્ટ માતા, દાદી અને બહેનને બતાવી. ઘરના તમામ લોકોને આ ગિફ્ટ ખૂબ જ પસંદ આવી હતી.
શોએબ ગિફ્ટ લઈને દીપિકા પાસે પહોંચ્યો હતો. શોએબે દીપિકાને જણાવ્યું કે, મને યાદ છે કે એકવાર તેં કહ્યુ હતું કે તુ એકવાર આ પ્રકારના ઝુમખા ખરીદીશ. શોએબે પહેલા તો દીપિકાની આંખો બંધ કરાવી હતી અને પછી ગિફ્ટ તેના હાથમાં મૂકી હતી.
આ જાેઈને દીપિકા ખુશ થઈ જાય છે અને પતિને ભેટીને ભાવુક થઈ જાય છે. દીપિકા કહે છે કે, મને પહેલાથી જ ઈયરરિંગ્સનો શોખ છે. હું સસુરાલ સિમરમાં કામ કરતી હતી ત્યારે મારી સામે બેંગલ્સ અને ઈયરિંગ્સની રેક હોતી હતી અને ત્યારથી મને ઈચ્છા હતી કે, હું એક દિવસ એ લેવલ પર પહોંચું કે ખરીદી શકું.SS1MS