જામનગરની મેડીકલ કોલેજમાં તબીબે છાત્રાની જાતીય સતામણી કરતા ચકચાર

જામનગર, જામનગરની મેડીકલ કોલેજની તબીબી વિધાર્થીનીએ પોતાના વિભાગના ડોકટર સામે સતામણીનો આરોપ મુકતા ખળભળાટ મચી ગયો છે.
એમ.પી. શાહ મેડીકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલના એક વિભાગમાં અભ્યાસ કરતી તબીબી વિધાર્થીની ડોકટર યુવતીએ પોતાના વિભાગના તબીબ ડો.દીપક રાવલ દ્વારા જાતીય સતામણીની ફરીયાદ કરી છે.
આ અંગેની તપાસ જાતીય સતામણી કમીટીને સોપવામાં આવી છે. પોલીસ ફરીયાદમાં યુવતીએ પોલીસ ફરીયાદમાં આક્ષેપ કર્યો છે. કે ડો.દીપક રાવલ તેને તેના જ ફોટો પાડીને મોકલે છે. તેઓ લખે છે કે તું ખુબ સુંદર છે જો કે, આ તબીબ તેને નાપાસ કરશે એવા ડરથી તેણે ફરીયાદ કરી ન હતી. ઓપરેશન થીયેટરમાં હોઈએ ત્યારે એમ કહેતા હતાં કે તું મારી સામે જોતી નથી.
એ વખતે પણ મને નાપાસ કરે એવો ડર હતો કે જો કે, હવે પરીક્ષામાં પાસ થઈ જવાથી હિંમત ભેગી કરીને ફરીયાદ કરી છે. જો આ બાબતે યોગ્ય તપાસ થશે તો ડો.દીપક રાવલ સામે અનેક ફરીયાદો હોઈ શકે છે. બીજી તરફ, આ પ્રકરણમાં એવો પણ આક્ષેપ છે. કે,
આ અંગે મેડીકલ કોલેજના જવાબદારો સમક્ષ મૌખીક ફરીયાદ કરાઈ હતી. પરંતુ જે તે વખતે મેડીકલ કોલેજના ડીન દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા. જો કે, ડીનના કહેવા મુજબ માત્ર સાંભળેલી વાતો પરથી કોઈ સામે જાતીય સતામણીના આરોપ કરી શકાય નહી આ માટે લેખીત રજુઆતની જરૂર રહે છે.