યુએસના વિસ્કોન્સિનમાં એક સ્કૂલમાં ગોળીબારઃ ૫ાંચના મોત
મેડિસન, અમેરિકાના વિસ્કોન્સિનમાં એક સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય કેટલાકને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. પોલીસે કરેલા ગોળીબારમાં હુમલાખોર ઠાર મરાયો છે.
મેડિસન અબન્ડન્ટ લાઇફ ક્રિસ્ચિયન સ્કૂલમાં આ ગોળીબારમાં થયો હતો. પોલીસ આ ઘટના મામલે તપાસ કરી રહી છે. હાલમાં આ વિસ્તારમાં લોકોને જવાથી અટકાવી દેવાયા છે. ગોળીબારની ઘટના બની ત્યારે આ સ્કૂલમાં આશરે ૪૦૦ વિદ્યાર્થી હતા.
આ અંગે વધુ વિગતો મળી રહી છે. અમે હુમલાખોરને ઠાર મારી દીધા છે તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વધી રહેલા ગન કલ્ચરને કારણે તેના દુષ્પરિણામો બની રહ્યા છે. ગોળીબારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.SS1MS