“મોલને પાર્કિંગ ફી લેવાનો કોઈ અધિકાર નથી”
(એજન્સી)હૈદરાબાદ, રજાઓના દિવસે, ઘણા લોકો મૂવી જાેવા મિત્રો અને સંબંધીઓ સાથે શોપિંગ કરવા માટે મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લે છે.
તેઓએ મોલના પાર્કિંગનો ઉપયોગ કરવા માટે ફી તરીકે કેટલાક પૈસા ચૂકવવા પડશે. તમે પણ મોલના પાર્કિંગ લોટનો ઉપયોગ કરવા માટે અમુક સમયે પાર્કિંગ ફી ચૂકવી હશે. પાર્કિંગ ફી બાબતે અનેક લોકોએ કોર્ટનો સંપર્ક કર્યો છે. Shopping Mall has no right to charge parking fee
તાજેતરમાં, પાર્કિંગ ફી અંગેનો વધુ એક મુદ્દો સામે આવ્યો હતો. આ કેસમાં, આંધ્ર પ્રદેશ જિલ્લા ગ્રાહક આયોગે સિનેમા માલિકને વકીલને ૫,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. વાસ્તવમાં મામલો ૨૦૧૯નો છે. વકીલ ફિલ્મ જાેવા માટે મોલમાં ગયા હતા.
મોલે તેની પાસેથી માર્કિંગ ફી તરીકે ૧૫ રૂપિયા લીધા હતા. જેની સામે વકીલે ગ્રાહક કોર્ટમાં અરજી કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હોલ કોઈપણ સત્તા વિના મૂવી જાેનારાઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલતો હતો. આ રીતે પાર્કિંગ ફી વસૂલવી યોગ્ય નથી.
કાયદામાં સ્પષ્ટતા ન હોવાથી લૂંટ ચલાવતા મોલના સંચાલકો – વાહનચાલકો પર વધારાનો બોજાે શહેરમાં ગેરકાયદે બાંધકામો તથા ખાસ કરીને પાર્કિંગની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.તંત્ર દ્વારા સીલ ઝુંબેશ શરૂ થયા બાદ મોટા શોપિંગ મોલ તથા પાર્કિંગની સુવિધા ધરાવતાં શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવતાં નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવા પામી છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા શોપિંગ મોલ વગેરેમાં મોટરકાર કે મોટરસાઇકલ મૂકવા જતાં વ્યક્તિ પાસેથી ૨૦ અને ૧૦ રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલ કરાતો હતો. પરંતુ તેમાં વાહન પાર્ક કરનાર વ્યક્તિ જે તે શોપિંગ મોલમાંની કોઇ દુકાનમાંથી ખરીદી કર્યાનું બિલ બતાવે તો તેને પાર્કિંગ ફી પરત કરવામાં આવતી હતી.
આ અંગે મ્યુનિ.ના સત્તાવાર સૂત્રોને પૂછતાં તેમણે કહયું કે, કાયદામાં દરેક શોપિંગ સેન્ટર કે રહેણાંકની સ્કીમમાં પાર્કિંગની સ્પેસ કેટલી રાખવી તેની સ્પષ્ટ જાેગવાઈ છે, પરંતુ તેની ફી વસૂલ કરી શકાય કે નહિ તેની કોઈ સ્પષ્ટતા નથી. તેવી જ રીતે અમુક ફલેટસમાં મુલાકાતીઓ કે મહેમાનોએ તેમના વાહન બહાર પાર્ક કરવા તેવી સૂચના લખેલી હોય છે.
તે મુજબ રોડ ઉપર વાહન પાર્ક કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમજ પોલીસ ટોઇંગ કરી જાય અથવા ચોરી થવાની સંભાવના હોય છે. એક નાગરિકે તો મ્યુનિ.ને પત્ર પાઠવી સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને શોપિંગ મોલ તથા ફલેટસમાં પાર્કિંગ સ્પેસનાં નાણાં વસૂલ કરવામાં આવે છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.