Western Times News

Gujarati News

જાહેર માર્ગો પર ગંદકી કરતી દુકાનોને નોટીસ આપી દંડની વસુલાત કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઉત્તર પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચાતા ફેરીયા, પાનના ગલા, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પાસ્ટીકનો ઉપયોગ, વેચાણ,

સંગ્રહ, ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા, જાહેરમાર્ગો પર ગંદકી – ન્યુસના કરતાં ધંધાકીય , તેમ ક એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી. સોલીડવેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતાં એકમો – ઈસમો વિરૂધ્ધ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કાર્યવાહીના ભાગ રૂપે કુલ 45 જેટલા એકમો તપાસતાં,

આ પ્રકાર ના કૃત્ય બદલ 36 એકમોને નોટીસો ઈશ્યુ કરી, 4.5 Kg, પલાસ્ટીકનો જથ્થો જપ્ત કરી. રૂ. 57500/- દંડ વસુલ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.