હાયપર-વેલ્યુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ Shopsyના લગભગ 70 ટકા ગ્રાહકો ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાંથી આવે છે
શોપ્સીનું સારા અલી ખાન સાથેનું નવું કેમ્પેઇન સમગ્ર દેશમાં હાઈપર વેલ્યુ ઇ-કોમર્સના વિકાસને આગળ વધારવા માટે વિવિધ પ્રોડક્ટ્સ પર વ્યાજબી ભાવ ઓફર કરે છે
– આ ઝુંબેશએ ટીયર ટુ અને તેનાથી આગળના શહેરોની મહિલા ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીને વ્યાજબી ભાવે તેમની પસંદગી આપવાની શોપ્સીની મૂલ્ય પ્રસ્તાવનાને પ્રદર્શિત કરે છે
‘આજ શોપ્સી કિયા ક્યા’ કેમ્પેઇન માટેની ટીવીસીએ મોટાભાગની ચેનલ્સ, ડિઝીટલ પ્લેટફોર્મ્સ અને યુટ્યુબ પર એક કરતા વધુ ભાષામાં પ્રસારિત થશે Shopsy’s latest campaign with Sara Ali Khan.
બેંગ્લુરુ- ફ્લિપકાર્ટનું શોપ્સીએ ભારતનું સૌથી ઝડપી વૃદ્ધિ થતું હાયપર-વેલ્યુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે, જે આજે તેની બ્રાન્ડ એમ્બેસેડોર સારા અલી ખાન સાથેનું તેનું નવું એક કેમ્પેઇન રજૂ કરે છે. આ કેમ્પઇનએ પ્લેટફોર્મના વ્યાજબી ભાવ અને મોંઘી પ્રોડક્ટ્સને વ્યાજબી દરે ઇચ્છતા લોકો માટેની એક વિસ્તૃત પ્રોડક્ટ્સની રેન્જ લઇને આવ્યું છે,
તેના પર પ્રકાશ ફેંકે છે. આ ટીવીસીમાં ભારતીય પરિવારની આંતરિક્તા દર્શાવવામાં આવી છે, જ્યાં બાળકો ખરીદી પાછળ વધારે પૈસા ખર્ચી રહ્યા છે, તેના માતા-પિતા તેનાથી ત્રાસી ગયા છે. આ કેમ્પેઇનએ માન્યતાને પણ તોડે છે કે, કઈ રીતે અત્યંત વ્યાજબી દરે શોપ્સી પર ઓનલાઈન ખરીદી કરવી સરળ છે
અને તે તમને કુર્તિ, સાડી, ઘડિયાલ અને હોમપ્રોડ્ક્ટ્સ જેવી વિસ્તૃત શ્રેણીમાં વ્યાજબીદરમાં વધુ સારી પ્રોડક્ટ્સ પૂરી પાડે છે. સારા અલી ખાનને મુખ્ય પાત્રમાં ચમકાવતા આ કેમ્પેઇનનો હેતુ, ભારતના ગ્રાહકો માટે એક મૂલ્ય આધારીત ખરીદીના સ્થળ તરીકે શોપ્સીના સ્થાનને મજબુત કરવાનો છે.
લીઓ બર્નેટ ઓર્ચાર્ડ દ્વારા ક્રિએટ અને કોન્સેપ્ચ્યુલાઈઝ્ડ કરવામાં આવેલા આ કેમ્પેઇન એ એક એડ ફિલ્મ છએ, જેમાં પરિવારના સભ્યોની વચ્ચે થતા ઓનલાઈન શોપિંગ અંગેની વાતચીતને આવરી લેવામાં આવી છે, મોટાભાગના ભારતીય પોતાને તેની સાથે સાંકળી શકશે.
કેમ્પેઇન વિશે જણાવતા, આદર્શ મેનોન, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ- ન્યુ બિઝનેસ, ફ્લિપકાર્ટ કહે છે, “શોપ્સી ખાતે, અમારો સતત એવો પ્રયત્ન રહ્યો છે કે, અમે ખરીદીનો એવો અનુભવ આપવાનો પ્રયત્ન કરીએ છીએ જેમાં સસ્તુ, વિશાળ પસંદગી અને સમગ્ર ભારતમાં ઉપલબ્ધ કરાવવાની સાથોસાથ નવીનતા તથા ઉપભોક્તાની જરૂરિયાત પણ ભળેલી છે.
અમારા ગ્રાહકોની આ જ ઊંડી સમજણને ધ્યાનમાં રાખીને ‘આજ શોપ્સી કિયા ક્યા’ કેમ્પેઇનએ એક વાસ્તવિક જીવનની પરિસ્થિતિને ઉભી કરી છે, જ્યાં શોપ્સીના ગ્રાહકોનો એક પરિવાર વૈવિધ્યસભર પ્રોડક્ટની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે અને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઉત્પાદનોની ઓછી કિંમતથી આશ્ચર્યમાં પણ છે.”
નવા કેમ્પેઇનની સાથે સહયોગ કરવા માટે તેના ઉત્સાહને વ્યક્ત કરતા, સારા અલી ખાન કહે છે, “શોપ્સીની ટીવીસીમાં એક એવો અંગત સ્પર્શ છે, જે દરેક ભારતીય પરિવારની સાથે જોડી શકે છે. હું શોપ્સીની સાથે ફરીથી સહયોગ કરતા અત્યતં ખુશ છું
અને તેને સાંકળતી તથા સંબંધિત ટીવીસી દ્વારા ભારતીય ગ્રાહકોને યોગ્ય મૂલ્ય-શોપિંગનો અનુભવ પ્રદાન કરવાના તેમના દ્રષ્ટિકોણને નજીક લાવીએ છીએ. ‘આજ શોપ્સી કિયા ક્યા?’ કેમ્પેઇન દરેક ભારતીય પરિવારનો પડઘો પાડતી રોજિંદી વાતચીતોને સમાવીને તમામ યોગ્યતાને અસર કરે છે.
આ ટીવીસી જોયા બાદ, મને ખાતરી છે કે, દરેક દર્શકો શોપ્સી એપ દ્વારા ઓફર કરવામાં આવેલી પ્રોડક્ટ્સની વિશાળ રેન્જને એક્સપ્લોર કરવા ઉત્સાહિત હશે.”
આ ફિલ્મની શરૂઆત એક સામાન્ય મધ્યમ વર્ગિય ઘરના નાસ્તાના સમયની પરિસ્થિતિ થાય છે, જ્યાં સારાના પિતા ડાઇનિંગ ટેબલ પર બેઠા છએ, જ્યાં તેની માતા તેની બાજુમાં બેઠા છે, તેઓ બંને ચહેરા પર કઠોરતા, ચિંતાના હાવભાવ લઇને બેઠા છે. તેનો ભાઈ શાળા માટે હજી તૈયાર જ થયો છે અને સારા આ સીનમાં પ્રવેશે છે.
વાતાવરણમાં ચિંતા છે, કેમકે તેના પિતા અત્યંત ગુસ્સેથી બીજી કુર્તિની ડિલિવરી વિશે પૂછે છે અને તે ક્યાંથી આવી તે અંગે તે જવાબ આપતા કહે છે, ‘તેની કિંમત ફક્ત રૂ.25 જ છે.’ તેની માતા તેના હાથમાં ત્રણ કુર્તિ- લખનૌવી, અનારકલી અને જયપુરી જેવી લઈને આવે છે અને પૂછે છે કે, શું તે બધાની કિંમત આટલી ઓછી છે.
સારા તેમને ખાતરી આપે છે કે, આ ખરેખર એટલી સસ્તી છે. તેનો નાનો ભાઈ તેના પિતાને જે ઘડિયાળ આવી છે, તેના વિશે પણ પૂછવા કહે છે. તેના પિતા તેને પૂછે છે કે, તે ક્યાંથી આવી છે. સારા નિઃશંક પણે જવાબ આપે છે, ‘શોપ્સી’ પરથી. તેનો ભાઈ તેને શંકાસ્પદ રીતે પૂછે છે કે, શું આ તેના બોયફ્રેન્ડએ આપી છે.
તેના પછી સારા ખાતરી આપે છે કે, તે ખરેખર શોપ્સી જ છે, જ્યાંથી તેને આ બધી જ વસ્તુની ખરીદી કરી હતી. તે તેના ફોનને બહાર કાઢે છે અને એપમાં સ્ક્રોલ કરીને બતાવે છે કે, કઈ રીતે કપડા, ફૂટવેર, વાસણો તથા ઘર સજાવટની વસ્તુઓ સહિતની બધી પ્રોડક્ટ્સ એપ પર આકર્ષક ભાવે ઉપલબ્ધ છે.
છેલ્લા 6 મહિનાથી, ઉત્તર અને પશ્ચિમ પ્રાંતમાં આ પ્લેટફોર્મ પર વેચાણ યુનિટમાં 1.8 ગણી વૃદ્ધિ જોવા મળી છે, જેમાં કુલ વેચાણમાંથી 70 ટકા વેચાણ ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં થાય છે. શોપ્સીએ તેની હાજરી હવે નવા ટીયર ટુ અને તેનાથી આગળના શહેરો જેવા કે, ઉખ્રુલ (મનીપુર), રેસુબેલપારા (મેઘાલયા), પ્રતાપનગર (ઉત્તરાખંડ), દાપોરિજો (અરુણાચલ પ્રદેશ)માં તેનું વિસ્તરમ કરી તેઓ ડિઝીટલ કોમર્સની ક્ષમતાને અનલોક કરશે, જેથી તેઓ સામાન્ય ગ્રાહકોને પણ સેવા આપી શકે.