Western Times News

Gujarati News

ઘણાં લોકોના દિલ દુભાવ્યાં છે, હવે તેમને સોરી કહેતી રહુ છું: શ્રૃતિ હાસન

મુંબઈ, સાઉથના સ્ટાર કમલ હાસનની દીકરી શ્રૃતિ હાસન પોતાના ભૂતકાળના સંબંધો વિષે જાહેરમાં વાત કરવામાં ક્યારેય ખચકાતી નથી. તાજેતરના સમયમાં તેણે એક્ટર માઈકલ કોરસાલ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ શાંતનુ હજારિકા સાથે ડેટિંગ કરેલું છે.

સંખ્યાબંધ બોયળેન્ડ હોવા બાબતે જીવનમાં કોઈ પસ્તાવો નથી. જો કે ઘણાં લોકોના દિલ દુભાવ્યા છે અને હવે તેમને સોરી કહેતી રહું છે. કોઈ બાબતે પસ્તાવો થતો હોય અથવા કોઈ ઘટના રી-ડુ કરવાની ઈચ્છા હોય તો આ બાબતે શ્રૃતિ હાસનને કહ્યું હતું કે, ઘણાં લોકોના દિલ મેં દુભવ્યાં છે. હવે લાગે છે કે મારે તેવું ન કરવું જોઈએ. આ સિવાય કોઈ બાબતે પસ્તાવો નથી. હું ખરેખર મૂર્ખ હતી.

તેમાંથી કેટલાક લોકો મારા માટે ખૂબ કિંમતી છે. ભૂલથી તેમના દિલ દુભાવ્યા હતા અને હવે તેમને સોરી કહેવામાં મારો ઘણો સમય આપુ છું. એક ઈન્ટરવ્યૂ દરમિયાન શ્રૃતિએ પોતાના રિલેશનશિપ અંગે વાત કરતા કહ્યું હતું કે, બહુ ઝડપથી પ્રભાવિત થઈ જાય છે.

દરેકના જીવનમાં એક ખતરનાક એક્સ હોય છે. જો કે દરેક પ્રકરણનું સમાપન કોઈ પસ્તાવા વગર કરવામાં તે માને છે. તેથી ઘણાં લોકો જ્યારે પૂછે છે, ઓહ, આ ક્યા નંબરનો બોય ળેન્ડ છે? ત્યારે હું કહું છું, તમે લોકો માત્ર આંકડા ગણો છે. જ્યારે મારા માટે આ પ્રેમમાં મળેલી નિષ્ફળતાનો આંકડો છે. આ પ્રકારના સવાલોથી દુઃખ થવું સ્વાભાવિક છે. શ્રૃતિ હાસનને સંખ્યાબંધ સંબંધોમાં નિષ્ફળતા મળેલી છે.

જો કે આ નિષ્ફળતા બાબતે તેનું માનવું છે કે, એક સાથે બે માણસોમાં પરિવર્તન આવે તેવું શક્ય નથી. સંબંધોમાં હંમેશા સારા અને વફાદાર રહેવાનું પસંદ કર્યું છે.

જો કે આ વાત ખોટી હોત તો લોકોને જવાબો આપવાનું પસંદ કરત નહીં. શ્રૃતિ હાસનની છેલ્લી ફિલ્મ વીર સિમ્હા રેડ્ડી હતી. આ ઉપરાંત વોલ્ટેર વીરૈયા, ધ આઈ, હી નૈના અને સાલાર-૧માં પણ શ્રૃતિ જોવા મળી હતી. હાલ તે લોકેશ કનગરાજના કૂલીમાં કામ કરી છે. આ ઉપરાંત સાલાર ૨ પણ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.