અલ્લુ અર્જુનની ફિલ્મમાં શ્રદ્ધા, જાહ્નવી અને દિશાની એન્ટ્રીની ચર્ચા

મુંબઈ, અલ્લુ અર્જુનની ફિલ્મ સર્જક એટલી સાથેની મેગા બજેટ ફિલ્મમાં બોલીવૂડમાંથી દિશા પટાણી, જાહ્નવી કપૂર અને શ્રદ્ધા કપૂર એમ ત્રણ ત્રણ હિરોઈનની પસંદગી થાય તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.
૮૦૦ કરોડનું બજેટ ધરાવતી આ ફિલ્મમાં ત્રણ હિરોઈનનો રોલ છે. આ ઉપરાંત ફિલ્મમાં સામંથા રુથ પ્રભુની પણ મહતવની ભૂમિકા હશે. આ ઉપરાંત ફિલ્મમાં એક મોટા બોલીવૂડ એક્ટરને પણ કાસ્ટ કરાય તેવી ચર્ચા છે.
શ્રદ્ધા, જાહ્નવી અને દિશા પટાણી ત્રણેય સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. શ્રદ્ધા ‘સાહો’ ફિલ્મમાં પ્રભાસની હિરોઈન હતી. દિશા પટાણી ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં કામ કરી ચૂકી છે જ્યારે જાહ્નવી કપૂર રામચરણની ફિલ્મ ‘દેવરા’ સાથે તેલુગુમાં ડેબ્યૂ કરી ચૂકી છે.SS1MS