શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીની રિલેશનશીપ કન્ફર્મ
મુંબઈ, શ્રદ્ધા કપૂર આ દિવસોમાં એની ફિલ્મોથી વધારે રિલેશનશિપને લઇને સતત ચર્ચામાં છે. જો કે એક્ટ્રેસે રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદીની સાથે સ્પોટ થઇ છે. જો કે બન્નેએ એમના સંબંધો પર ઓફિશિયલ કોઇ કન્ફોર્મેશન આપ્યુ નથી, પરંતુ શ્રદ્ધા કપૂરની લેટેસ્ટ પોસ્ટ જોઇને ફેન્સ હેરાન થઇ ગયા છે. આ પોસ્ટ જોઇને ફેન્સ કહી રહ્યા છે કે શ્રદ્ધાએ રિલેશનશિપની ઓફિશિયલ કરી દીધા છે.
આ પોસ્ટ પર ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં શ્રદ્ધા કપૂરે આરામદાયક પર્પલ કલરનો નાઇટ ડ્રેસ પહેર્યો છે અને તસવીર શેર કરી છે. એક ફોટામાં અલગ-અલગ એક્સપ્રેશન આપી રહી છે, પરંતુ એના ગળામાં પહેરેલુ ‘ઇ’ અક્ષરનું નેકલેક લોકોનું ધ્યાન ખેંચી રહ્યુ છે.
આ તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે “કંઈ નહીં, રવિવાર છે, તેથી હું કંઈ નથી કરી રહી.” આ તસવીરો જોઇને ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ પોસ્ટ શેર કરતા ફેન્સે સવાલ પૂછવાનો શરૂ કરી દીધો છે. એક યુઝર્સે લખ્યુ છે કે આર પાછળ શું રાઝ છે એ વિશે જણાવો. આ સાથે બીજા યુઝર્સે લખ્યુ છે કે આ આરથી રાહુલ મોદી કન્ફોર્મ છે. જ્યારે ત્રીજા યુઝર્સે લખ્યુ છે કે આરનો મતલબ શું થાય છે.
આમ, એક પછી એક એમ અનેક યુઝર્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૨માં જ્યારે શ્રદ્ધાના ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠની સાથે બ્રેકઅપ થયુ ત્યારે મુલાકાત રાહુલ સાથે થઇ. રાહુલનો જન્મ મુંબઇમાં થયો છે. આ સાથે સ્ટડી પણ મુંબઇમાં કરી છે.
વ્હિલસિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યૂટમાંથી સ્ટડી કરી છે. વર્ષ ૨૦૧૧ની ફિલ્મ પ્યાર કા પંચનામાના સેટ પર ઇન્ટર્નશીપમાં આકાશ વાણી જેવા અન્ય પ્રોજેક્ટસ પર એક સહયોગી નિર્દેશકના રૂપમાં કામ કર્યું છે. રાહુલના પિતા આમોદ એક બિઝનેસમેન છે.
આમ, શ્રદ્ધા કપૂરની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ શક્તિ કપૂર અને શિવાંણી કોલ્હાપુરીની દીકરી છે, જેને હાફ ગર્લફ્રેન્ડ, એક વિલન, સાહો, આશિકી ૨ અને તૂ ઝૂઠી મેં મક્કારમાં જાણીતી છે. શ્રદ્ધાનો ફેન ફોલોઇંગ વર્ગ બહુ મોટો છે. શ્રદ્ધા કપૂરની સ્માર્ટનેસ જોઇને અનેક લોકો ફિદા થઇ જાય છે. શ્રદ્ધાનો સિમ્પલ લુક પણ ફેન્સને ખૂબ પસંદ પડે છે.SS1MS