શ્રદ્ધા કપૂરને પોતાની કારકીર્દી ૬ ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો

મુંબઈ, શ્રદ્ધા કપૂરે એક બે નહી, આ ૬ ફિલ્મોની ઓફર ફગાવી દીધી હતી અને તેમની મોટા ભાગની ફિલ્મોએ તો તગડી કમાણી કરી છે. શ્રદ્ધાએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ અભિનેત્રીએ ઘણી મોટી ફિલ્મોની ઓફરોને નકારી પણ કાઢી છે.
બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. શ્રદ્ધા કપૂરે પણ અર્જુન કપૂરની ફિલ્મ નકારી કાઢી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી નહીં.આ યાદીમાં કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ પણ સામેલ છે.
શ્રદ્ધાએ પણ આ ફિલ્મની ઓફર નકારી કાઢી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ.એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે શ્રદ્ધા કપૂરે પણ આ ફિલ્મમાં કામ કરવાની ઓફર નકારી કાઢી હતી.
પરિણીતી પહેલા શ્રદ્ધા કપૂરને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના જીવન પર આધારિત ફિલ્મ સાયના માટે પસંદ કરવામાં આવી હતી. પણ તેણે તે કરવાનો ઇનકાર કર્યાે.
આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માટે શ્રદ્ધા કપૂર નિર્માતાઓની પહેલી પસંદગી હતી. જોકે, તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યાે.શ્રદ્ધા કપૂરે સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘લકીઃ નો ટાઇમ ફોર લવ’માં કામ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો.SS1MS