શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર ૭૫ મિલિયન ફોલોઅર્સ થયા

મુંબઈ, શ્રદ્ધા કપૂરે પોતાની સાથી અભિનેત્રીઓને ઇન્સ્ટાગ્રામમાં પાછળ છોડી દીધી છે. શક્તિ કપૂરની દીકરીને બોલીવુડની પ્રેમાળ અભિનેત્રી માનવામાં આવે છે. શ્રદ્ધાની લોકપ્રિયતાને અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે, તેના જેટલા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને કેરરિના કૈફના પણ નથી. શ્રદ્ધા કપૂરના ફોલોવર્સની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.
આલિયા ભટ્ટના ૭૨.૪ મિલિયન, દીપિકા પાદુકોણના ૬૯.૯ મિલિયન અને કેટરિના કૈફના ૬૮.૪ મિલિયન ફોલોવર્સ છે. જ્યારે શ્રદ્ધા કપૂરના ફોલોવર્સની સંખ્યા ૭૫.૯ મિલિયન જેટલી છે. શ્રદ્ધા કપૂરે પોતાની ખુશી વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામમાં લખ્યું છે કે, ચા સાથે ૭૫ મિલિયનના ઇન્સ્ટા પરિવાર સાથે ઉજવણી, નાની નાની ખુશીઓ.
શ્રદ્ધા કપૂરની આ સફળતા માટે દિવ્યા ખોસલા કુમાર, કિયારા અડવાણી, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ સહિત ઘણા સેલિબ્રિટીઓ અને ફેંસે શુભેચ્છાઓ પાઠવી છે. આમ જાેવા જઈએ તો હવે શ્રદ્ધા કપૂર પોતાના મોટા ફોલોવર્સ સાથે ઇન્સ્ટાગ્રામમાં બીજા નંબરની અભિનેત્રી બની ગઈ છે.
તેનાથી વધારે ૮૩.૨ ફોલોવર્સ પ્રિયંકા ચોપડાના છે. શ્રદ્ધા કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, સ્ત્રી ૨ તે જાેવા મળશે. તેના બાદ વરૂણ ધવનની ભેડિયામાં તેણે એક સોંગ પણ શૂટ કર્યુ છે.
આ સિવાય શ્રદ્ધા અને રણબિર કપૂરની જાેડી લવ રજનની એક ફિલ્મમાં પણ જાેવા મળશે. આ ફિલ્મમા બોની કપૂરની એક્ટિંગ ડેબ્યુના પણ સમાચાર મળી રહ્યા છે. બોની કપૂર રણબીરના પિતાના રોલમાં અભિનય કરતા જાેવા મળશે. આ સિવાય શ્રદ્ધા કપૂરૃ પાસે નાગિન ટ્રાયોલોજી પણ પાઇપલાઇનમાં છે.SS1MS