Western Times News

Gujarati News

શ્રદ્ધા કપૂરને લક્ષ્મણ ઉટેકરની ફિલ્મમાં લીડ રોલ ઓફર થયો

દિનેશ વિજાન અને લક્ષ્મણ ઉટેકર અને દિનેશે શ્રદ્ધાને એક સ્ટોરી સંભળાવી છે અને તેઓ માને છે કે આ વાર્તા મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં ઊંડા મૂળ ધરાવે છે

મુંબઈ,
શ્રદ્ધા કપુર વધુ એક વખત મેડોકની ફિલ્મ કરશે એવી ચર્ચા છે. ૨૬ તારીખે શ્રદ્ધા કપૂરે મેડોકની મુંબઈની ઓફિસની બહાર દેખાઇ હતી. તેના પછી તેની આ મુલાકાતના કારણની ચર્ચા શરૂ થઈ હતી. ત્યાર પછી એવા અહેવાલો છે કે શ્રદ્ધા કપૂર એક મીટિંગ માટે મેડોકની ઓફિસ પહોંચી હતી. જ્યાં તે દિનેશ વિજાન અને લક્ષ્મણ ઉટેકરને મળી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “લક્ષ્મણ અને શ્રદ્ધા એક સ્ક્રિપ્ટ પર ચર્ચા કરવા મળ્યા હતા. જે શ્રદ્ધાને ગમી છે અને તે મૌખિક રીતે તો આ ફિલ્મ માટે સહમત પણ થઈ છે.

જો બધું જ સમું સુતરું રહે તો લક્ષ્મણ ઉટેકરની આગામી ફિલ્મમાં શ્રદ્ધા લીડ રોલમાં જોવા મળશે.” એવા પણ અહેવાલો છે કે આ ફિલ્મ એક મરાઠી નોવેલ પર આધારીત છે, જેમાં શ્રદ્ધા મોટા પડદે એક મહારાષ્ટ્રિયન સ્ત્રીના રોલમાં જોવા મળશે. સુત્રએ જણાવ્યું, “જોકે, આ અંગે હજુ કોઈ પણ માહિતિ જાહેર કરવામાં આવી નથી. એવી પણ શક્યતા છે કે આ ફિલ્મમાં એક મોટો હિરો લીડ રોલમાં હશે.”જોકે, હાલ આ ચર્ચાઓ પ્રાથમિક તબક્કામાં છે, પરંતુ શ્રદ્ધા આ ફિલ્મ કરે તેવી પુરી શક્યતા છે કારણ કે શ્રદ્ધાનો પણ મેડોકની ટીમ સાથે ઘણો સારો સંબંધ છે.

સૂત્રએ જણાવ્યું, “દિનેશ વિજાન હાલ જાણે સપનામાં જીવતા હોય એટલી ખુશીના માહોલમાં છે. તેઓ એવું કન્ટેન્ટ બનાવવા માગે છે જે રુઢિગત ન હોય અને અલગ હોય. લક્ષ્મણ ઉટેકર અને દિનેશે શ્રદ્ધાને એક સ્ટોરી સંભળાવી છે અને તેઓ માને છે કે આ વાર્તા મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં ઊંડા મૂળ ધરાવે છે.”આ ઉપરાંત શ્રદ્ધા કપૂર, લક્ષ્મણ ઉટેકર અને દિનેશ વિજા એક ૩ હિરોની ફિલ્મમાં પણ કામ કરે છે. આ ફિલ્મ ૨૦૨૬-૨૭માં શરૂ થાય એવી શક્યતા છે. મેડોક આ સિવાય થામાં પણ રિલીઝ કરી રહી રહ્યું છે, જેમાં આયુષ્યમાન ખુરાના લીડ રોલમાં છે, તે દિવાળી પર રિલીઝ થશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.