Western Times News

Gujarati News

કડિયાનાકે ઉભા રહેવાને બદલે હવે શ્રમિકો આ સુવિધા કેન્દ્રમાં બેસીને ગરમી કે વરસાદથી રક્ષણ મેળવી શકશે

મુખ્યમંત્રીએ શ્રમિકોને ભોજન પીરસ્યું: રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્ર’નું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો શ્રમેવ જયતે‘ અભિગમ : શ્રમિક સુવિધા કેન્દ્ર ભોજનચા – નાસ્તા માટે બેઠક અને વોશરૂમ જેવી પાયાની સુવિધાથી સજ્જ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના સફળ બે વર્ષની ઉજવણી દિને રાજ્યના શ્રમિકો માટેનો સુવિધાજનક પ્રકલ્પ સાકાર  : અમદાવાદમાં અન્ય ૧૦ સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની સરકારની નેમ

Ø  શ્રમને સન્માન આપવાની પરિપાટી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વધુ સુદ્રઢ-

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શ્રમેવ જયતે‘ મંત્રને ચરિતાર્થ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરીને રાજ્યના શ્રમિકોને આગવી ભેટ સરકારે આપી છે.

કડિયાનાકે રોજગાર અને કોન્ટ્રાક્ટચ્યુલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે આ સુવિધા કેન્દ્ર ભોજન અને રિફ્રેશમેન્ટ માટેનું આગવું સ્થળ બની રહેશે. અમદાવાદમાં કુલ ૧૧ સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.

શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલાવોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. માત્ર એટલું જ નહીંલેબર કોન્ટ્રાક્ટર્સ અહી આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી – મળી શકે છેસાથે-સાથે શ્રમિકોને તેનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે.

કડિયાનાકે જાહેર માર્ગ પર ઉભા રહેવાને બદલે હવે આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને શ્રમિકો ટાઢ તાપ કે વરસાદથી રક્ષણ મેળવશે.

મુખ્યમંત્રીશ્રીએ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદનું ૯૯મું અને રાજ્યનું ૨૯૧ મું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઇને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું. રાજ્યભરમાં હજુ વધુ ૯૯ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર બનાવવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

શ્રમિકોને રાહત દરે ભોજનચાઅને હવે રિફ્રેશમેન્ટઆરામ કરવા અને એકઠા થવા માટેનું સુવિધાજનક સ્થળ મળતા રાજ્યમાં શ્રમને સન્માન આપવાની પરિપાટી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વધુ સુદ્રઢ થઈ છે.

અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલઅમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીમ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.થેન્નારસનવિસ્તારના ધારાસભ્યશ્રી પાયલ કુકરાણીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓપોલીસ કર્મીઓ તેમજ શ્રમિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.