શ્રાવણ માસની અમાસને કેમ દર્ભ અમાસ તરીકે ઊજવવામા આવે છે, જાણો છો
દાભડો- કહેવાય છે કે, આ દર્ભથી આપણા શરીર પર રેડીએશનની અસર થતી નથી. તેથી તેને ગ્રહણના સમયે પણ વાપરવામા આવે છે.
શ્રાવણ માસની અમાસને દર્ભ અમાસ તરીકે ઊજવવામા આવે છે. દર્ભ કહેતા *દાભડો*. જે ખેતર, કે શેઢા પર કે અન્ય વેરાન જગ્યાએ ચોમાસામા આપમેળે ઉગી નીકળે છે. શાસ્ત્રોમા આ દાભડાને અતિ પવિત્ર ગણાવેલ છે. તેનો ઉપયોગ પૂજામા, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે, તેમજ તેમાથી બનાવેલા આસન પર બેસીને પૂજાપાઠ, ધ્યાન, પ્રાણાયામ વિગેરે ધાર્મિક વિધીઓ કરવાના ઉપયોગમા આવે છે.
કહેવાય છે કે, આ *દર્ભ* થી આપણા શરીર પર રેડીએશનની અસર થતી નથી. તેથી તેને ગ્રહણના સમયે પણ વાપરવામા આવે છે.
દર્ભ અમાસના દિવસે આ દર્ભ ને જમીનમાંથી ઊખાડીને લેવામા આવે તો, (કાપીને નહી, તેને લોખંડનો સ્પર્શ ન થવો જોઈએ) તેને આખુ વરસ ઉપયોગમા લેવાથી ઉત્તમ પરિણામ આપે છે.
ઉત્તમ પરિણામ મેળવવા માટે, ઘણી બધી ઔષધીય વનસ્પતિઓને જમીનમાંથી ઉખાડતી વખતે, આયુર્વેદમા લોહધાતુથી કાપવાની મનાઈ ફરમાવેલી છે. કારણ કે તેવુ કરવાથી તેનો પ્રભાવ ઘટી જાય છે. ઘણી વનસ્પતિઓને તેના ઉત્તમ પરિણામ મેળવવા માટે રવિપુષ્ય નક્ષત્રમા જ જમીનમાંથી ઊખાડવી એવુ પણ એક વિધાન છે.