Western Times News

Gujarati News

ભરૂચમાં યોજાયેલા શ્રીજી ઉત્સવમાં વિવિધ થીમ આકર્ષણનું કેન્દ્ર

ભરૂચનો ઈતિહાસ,રામસેતુ, કૃષ્ણ લીલા હિન્દુ ઉત્સવ બાળકોને આકર્ષિત કરી શકે તેવી થીમો રજૂ કરાઈ

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં શ્રીજી ઉત્સવ ચાલી રહ્યો છે અને શ્રીજી ઉત્સવ ના પ્રારંભે નર્મદા નદીમાં પૂરનું સંકટ આવી પહોંચતા કાંઠા વિસ્તારના લોકોમાં શ્રીજી ઉત્સવ ફીકો પડ્યો છે.પરંતુ શહેરી વિસ્તારોમાં શ્રીજી ઉત્સવ સોળેકળાએ ખીલી ઉઠ્‌યો છે અને વિવિધ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જેના પગલે મોડી રાત સુધી શ્રીજી પંડાલોમાં લોકોની ભારે ભીડ જામી રહી છે.

ભરૂચ શહેરના નવી વસાહત વિસ્તારમાં ક્રિએટિવ ગ્રુપ દ્વારા ભરૂચના ઈતિહાસ ઉપર શ્રીજી સાથે થીમ ઉભી કરવામાં આવી છે.જેમાં ભરૂચનું નામ જેના ઉપરથી નામકરણ કરાવ્યું એવા ભૃગુઋષિ સ્વરૂપમાં શ્રીજી સ્થાપિત કર્યા છે અને તેની આસપાસ સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતા તે કેવી રીતે ભરૂચના ગોલ્ડન બ્રિજ સુધી પહોંચે છે.

સહિત કેબલ બ્રિજ અને ગોલ્ડન બ્રિજ તથા ભરૂચની ઐતિહાસિક ધરોહર પંડાલમાં રજૂ કરવામાં આવી છે અને ભરૂચનો ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે જે લોકોમાં પણ આકર્ષણ ઊભું કરી રહ્યો છે.

જુના ભરૂચના દેસાઈ ફળિયામાં પણ રામસેતુની થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે.રામસેતુની થીમમાં રામ ભગવાન સાથે રામના નામે જે રીતે પથ્થર પાણીમાં તરતા હોય છે.તે અંગેની થીમ ઉભી કરવામાં આવી છે અને પથ્થર પાણીમાં મૂકવાથી પાણીમાં તળી રહ્યા હોવાની થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે અને રામ સેતુ થીમ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા મોડી રાત સુધી લોકો નિહાળવા ઉમટી રહ્યા છે.

ભરૂચના ચંદન ચોક વિસ્તારમાં પણ ચંદન ચોક યુવક મંડળ દ્વારા કૃષ્ણ લીલાની થીમ રજૂ કરવામાં આવી છે.જેમાં કૃષ્ણ લીલા સાથે કૃષ્ણનો જન્મ ઉત્સવ અને સાથે જ વિષ્ણુ ભગવાન પર્વત કેવી રીતે ઉઠાવે છે તે અંગેની થીમ રજૂ કરવામાં આવી છે અને આ થીમ પણ આકર્ષણનું કેન્દ્ર ઊભી કરી રહી છે.

ભરૂચના કોઠી યુવક મંડળ દ્વારા પણ શ્રીજીની સ્થાપના સાથે બાળકોને આકર્ષિત કરી શકે તેવી થીમ ઉભી કરવામાં આવી છે જેમાં કોઠીના રાજા તરીકે શ્રીજીની સ્થાપના સાથે પ્રાણી સંગ્રહાલય હોય તે રીતેની થીમ ઉભી કરતા બાળકોમાં પણ સંપૂર્ણ થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભરૂચના નીલકંઠ ઉપવન ઉપર ખાતે પણ શ્રીજી સાથે હિન્દુ ઉત્સવની થીમો રજૂ કરવામાં આવી છે.જેમાં મકરસંક્રાંતિ, ધુળેટી, દિવાળી, જન્માષ્ટમી અને દશેરા સહિતના હિન્દુ તહેવારોની થીમો પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને મોડી રાત સુધી આ થીમોને નિહાળવા માટે પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.