શ્રેયા ઘોષાલનું એક્સ એકાઉન્ટ બે મહિના બાદ રિસ્ટોર કરાયું

મુંબઈ, સિંગર શ્રેયા ઘોષાલનું બે મહિના પહેલાં હેક થઈ ગયેલું એક્સ એકાઉન્ટ આખરે રિસ્ટોર થઈ ગયું છે. શ્રેયાએ પોતાને આ એકાઉન્ટ પાછું મળ્યું હોવાની પોસ્ટ મૂકી ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે તેણે ચાહકોને વચન આપ્યું હતું કે પોતે હવે અગાઉ કરતાં વધારે સક્રિય રહેશે.
એક્સ પર શ્રેયા ૬૯ લાખ ફોલોઅર્સ ધરાવે છે.શ્રેયાના જણાવ્યા અનુસાર હજુ પણ એક્સ પ્લેટફોર્મ પર તેના વિશે વિચિત્ર લખાણ ધરાવતા લેખો, એઆઈ જનરેટેડ ઈમેજીસ વગેરે સાથેની સ્પામ લિંક્સ એડ સ્વરુપે મૂકાઈ રહી છે. પોતે આ અંગે એક્સ સાથે ફોલો અપ કરી રહી છે.
એક્સ દ્વારા જાહેરખબર સ્વરુપે આવી લિંક્સને પ્રમોટ કરાય છે પરંતુ તેનાથી લોકો ફસાઈ શકે છે. તેણે આશા વ્યક્ત કરી છે કે એક્સ દ્વારા આ લિંક્સ દૂર કરવા માટે પગલાં લેવામાં આવશે. શ્રેયાએ થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે તેનું એક્સ એકાઉન્ટ હેક થઈ ગયા બાદ તેને એક્સ પ્લેટફોર્મ તરફથી મદદ મળી રહી નથી.
તેને માત્ર ઓટો જનરેટેડ જવાબો જ મળે છે. એકાઉન્ટ રિસ્ટોર થયાની જાહેરાત કરતી વખતે પણ તેણે લખ્યું હતું કે પોતાને આ એકાઉન્ટ પાછું મેળવવામાં ભારે સંઘર્ષ વેઠવો પડયો છે.SS1MS