કોન્સર્ટમાં ગાયા પછી બેસી ગયો શ્રેયા ઘોષાલનો અવાજ
મુંબઈ, ગાયક કલાકાર માટે તેનો અવાજ સર્વસ્વ હોય છે. એટલે જ તેઓ પોતાના ગળાનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. તેમ છતાં ક્યારેક એવી સ્થિતિ પેદા થાય છે જે તેમને ચિંતા કરાવી મૂકે છે. બોલિવુડની જાણીતી પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ સાથે પણ કંઈક આવું જ તાજેતરમાં બન્યું હતું.
શ્રેયા ઘોષાલે જણાવ્યું હતું કે, કોન્સર્ટ પછી તેનો અવાજ બેસી ગયો ગયો હતો. આ વાત જાણ્યા પછી શ્રેયાના ફેન્સ ચિંતાતુર થયા છે. શ્રેયા ઘોષાલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાતની જાણકારી આપી હતી. પોતાનો અવાજ સંપૂર્ણપણે બેસી ગયો હોવાનું શ્રેયાએ જણાવતાં ફેન્સ ચિંતા કરવા લાગ્યા હતા. જાેકે, શ્રેયાએ કહ્યું કે, તેની હાલત હવે સારી છે અને ડૉક્ટરનો સારવાર માટે આભાર માન્યો હતો.
શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “આજે હું ખૂબ ઈમોશનલ છું. હું મારા બેન્ડ, પરિવાર અને મારી છ ટીમને ખૂબ પ્રેમ કરું છું. તેમણે મારા સારા અને ખરાબ સમયમાં સાથ આપ્યો છે. કંઈપણ કેમ ના થાય તેમણે મને ઉપર ઉઠવામાં મદદ કરી છે.
શ્રેયાએ આગળ લખ્યું, ગત રાત્રે ઓરલેન્ડો નાઈટના કોન્સર્ટ પછી મારો અવાજ સંપૂર્ણપણે બેસી ગયો હતો. મારા શુભચિંતકોની પ્રાર્થના ડૉક્ટર સમીર ભાર્ગવની સારવારને પગલે મારો અવાજ પાછો આવી શક્યો હતો. ત્યાર પછી મેં ન્યૂયોર્ક અરિનામાં ૩ કલાક સુધી કોન્સર્ટમાં ગાઈ શકી હતી. મને આટલો પ્રેમ આપવા માટે આભાર ન્યૂયોર્ક.” શ્રેયાએ ખુલાસો કર્યો છે કે, તેની યૂએસ ટૂર પૂરી થઈ છે.
શ્રેયા ઘોષાલની આ પોસ્ટ જાેઈને ફેન્સ ઈમોશનલ થયા હતા. તેના સારા સ્વાસ્થ્ય માટે દુઆ માગી રહ્યા હતા. લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શ્રેયા પર ખોબલે ખોબલે પ્રેમ વરસાવી રહ્યા છે. હાલ તો શ્રેયાની તબિયત સારી છે. પરંતુ સિંગર તરીકે અવાજ જતો રહે તો કપરી સ્થિતિ ઊભી થાય છે અને થોડા કલાકો માટે શ્રેયાએ તે યાતના વેઠી હતી. શ્રેયા ઘોષાલ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનો ચમકતો સિતારો છે.
શ્રેયાનો સમાવેશ સૌથી વધુ રૂપિયા લેતા પ્લેબેક સિંગર્સમાં થાય છે. શ્રેયાએ ૪ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. તેણે કેટલાય સુપરહિટ ગીતો આપ્યા છે. તેણે સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા’માં પાર્ટિસિપેટ કર્યો હતો. શ્રેયાના મધુર અવાજના કરોડો દિવાના છે.SS1MS