શ્રેયસ તલપડેએ મોઢામાં રૂ રાખી અલ્લુ અર્જુનનું પુષ્પા કેરેક્ટર ડબ કર્યું
મુંબઈ, અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ વિશ્વભરના સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે, જેણે પ્રથમ દિવસે સુંદર કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.
આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે અને હિન્દી ભાષામાં અલ્લુ અર્જુનને પોતાનો અવાજ આપનાર અભિનેતા શ્રેયસ તલપડે છે.
શ્રેયસ તલપડે ડબ કરેલું અલ્લુ અર્જુન પુષ્પા કેરેક્ટરઃ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક, અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસીલની ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ ગુરુવાર, ૫ ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે રિલીઝ થયા બાદથી બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો છે અને ઘણી સફળતા મેળવી છે.
આ ફિલ્મે પહેલા દિવસની કમાણીના મામલે ઘણી ફિલ્મોને પછાડી દીધી છે.આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે અને હિન્દી ભાષામાં અલ્લુ અર્જુનને પોતાનો અવાજ આપનાર અભિનેતા શ્રેયસ તલપડે છે.
ફિલ્મના હિન્દી વર્ઝનમાં અલ્લુના પાત્ર ‘પુષ્પા રાજ’ માટે શ્રેયસ તલપડેએ પોતાનો અવાજ આપ્યો છે. જો કે, અભિનેતાનું કહેવું છે કે તે હજુ સુધી અલ્લુને મળ્યો નથી. શ્રેયસે એ પણ જણાવ્યું કે ડબિંગ દરમિયાન તે ઘણીવાર મોઢામાં રૂ રાખતો હતો અને તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું.શ્રેયસે જણાવ્યું કે ફિલ્મમાં પુષ્પા રાજનું પાત્ર દારૂ, તમાકુનું સેવન કરે છે અને ક્યારેક ધૂમ્રપાન કરે છે.
એટલા માટે તેણે ડબિંગ દરમિયાન મોઢામાં રૂ રાખ્યો હતો. વાત કરતી વખતે શ્રેયસે કહ્યું, ‘હું આજ સુધી અલ્લુ અર્જુનને મળ્યો નથી અને તેની સાથે વાત પણ કરી નથી. તેથી જ મને તેમનો પ્રતિસાદ મળ્યો નથી. તેણે અલ્લુને તેનો અવાજ કેવી રીતે પસંદ કર્યાે તે જાણવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. અગાઉના ભાગમાં, અલ્લુએ ડબિંગની પ્રશંસા કરી હતી અને શ્રેયસને આશા છે કે આ વખતે પણ એવું જ થશે.SS1MS