શ્રેયસ તલપડેને ડબિંગ માટે મળી રહી છે અઢળક ઓફર્સ
મુંબઈ, બોલિવૂડ અને મરાઠી ફિલ્મોનો જાણીતો એક્ટર શ્રેયસ તલપડે આજકાલ ડબિંગ આર્ટિસ્ટ તરીકે ખાસ્સો ડિમાન્ડમાં છે. કારણકે, તેલુગુ ફિલ્મ ‘પુષ્પા’ના હિન્દી વર્ઝનમાં એક્ટર અલ્લુ અર્જુનના પાત્ર ‘પુષ્પારાજ’ માટેનો અવાજ બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેએ આપ્યો છે. હવે એક્ટર શ્રેયસ તલપડેને ડબિંગ માટે એક પછી એક ઘણી ઓફર્સ મળી રહી છે. પણ, હવે તે માત્ર સિલેક્ટિવ કામ જ કરવા માગે છે.
એક્ટર શ્રેયસ તલપડેએ એવું પણ જણાવ્યું કે, ફિલ્મ ‘પુષ્પા’ પછી મને ડબિંગ આર્ટિસ્ટ તરીકે ઘણી ઓફર મળી રહી છે. જાે હું તે બધું જ કરીશ તો પછી કશું એક્સક્લુઝિવ નહીં રહે.
હવે હું ‘પુષ્પા ૨’ની રાહ જાેઈ રહ્યો છું. એક્ટર શ્રેયસ તલપડેએ જણાવ્યું કે, ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા પછી એવી ચર્ચા પણ થઈ રહી છે કે અલ્લુ અર્જુનના પાત્ર ‘પુષ્પા રાજ’નું હિન્દી ડબિંગ કોણે કર્યું છે? જે સાંભળીને મને બહુ સારું લાગી રહ્યું છે.
હું એક મરાઠી શૉનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મારા પર ફિલ્મ ‘પુષ્પા’ સાથે જાેડાયેલા મનીષજીનો મેસેજ આવ્યો અને જણાવ્યું કે તેઓ ‘પુષ્પા’ ફિલ્મને સમગ્ર ભારતમાં રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. તેમણે મને ‘પુષ્પા’ના મુખ્ય પાત્ર ‘પુષ્પા રાજ’નું હિન્દી ડબિંગ કરવા માટે કહ્યું.
ત્યારે શ્રેયસ તલપડેએ કહ્યું કે ‘મેં અત્યાર સુધીમાં માત્ર હોલિવૂડ ફિલ્મ ‘ધ લાયન કિંગ’ના ડબિંગ વર્ઝન માટે અવાજ આપ્યો છે તેમ છતાં હું ‘પુષ્પા’ માટે શૉટ આપવા તૈયાર છું. શ્રેયસ તલપડેએ આગળ વાત કરતા જણાવ્યું કે, મને એક્ટર તરીકે અલ્લુ અર્જુન પસંદ છે, મેં સૌપ્રથમ ‘પુષ્પા’ ફિલ્મ જાેઈ અને મને ખૂબ પસંદ આવી.
ત્યારબાદ હું તરત જ ‘પુષ્પા’ના અલ્લુ અર્જુનના પાત્ર ‘પુષ્પા રાજ’ના હિન્દી ડબિંગ માટે તૈયાર થઈ ગયો. મેં જ્યારે ‘પુષ્પા’ની ટીમને પૂછ્યું કે હિન્દી વર્ઝન માટે કેમ મારી પસંદગી કરી ત્યારે મને કહ્યું કે, એક્ટર અલ્લુ અર્જુને મારું (શ્રેયસ તલપડે) કામ જાેયું છે અને તેને એવું લાગ્યું કે ‘પુષ્પા રાજ’ના હિન્દી ડબિંગ માટે હું પરફેક્ટ વ્યક્તિ છું. ‘પુષ્પા રાજ’નું હિન્દી ડબિંગ મારા માટે ખૂબ મોટી જવાબદારી હતી અને આજે તેનું સફળ પરિણામ જાેતા હું ખૂબ ખુશ છું.SS1MS