નર્મદા નદી પર બનેલા 3.5 કિમી લાંબા “શ્રી માધવ સેતુ” બ્રિજનું આવતીકાલે લોકાર્પણ
શિનોર તાલુકાના માલસર ગામેથી ઝઘડિયા તાલુકાના અસા ગામને જોડતા નવનિર્મિત બ્રીજ “શ્રી માધવ સેતુ”
બોડેલી, નર્મદા નદી પર બનાવેલ સૌથી મોટો બ્રિજ એટલે શિનોર તાલુકાના માલસર ગામેથી ઝઘડિયા તાલુકાના અસા ગામને જોડતા નવનિર્મિત બ્રીજ “શ્રી માધવ સેતુ” નું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોડેલીથી કરશે ઇ-લોકાર્પણ. આ ૩.૫ કિમી નો બ્રિજ 233 કરોડના ખર્ચે બન્યો છે.
નર્મદા નદી પર બનાવેલ સૌથી મોટો બ્રિજ એટલે શિનોર તાલુકા ના માલસર ગામેથી ઝઘડિયા તાલુકાના અસા ગામને જોડતા નવનિર્મિત બ્રીજ “શ્રી માધવ સેતુ” નું આવતીકાલે માનનીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જી બોડેલી થી કરશે ઇ-લોકાર્પણ.
આ ૩.૫ કિમી નો બ્રિજ 233 કરોડના ખર્ચે બન્યો છે. pic.twitter.com/82KfFKRt3T— Akshay Patel MLA (@AkshayPatelBJP) September 26, 2023
આ ઉપરાંત કેન્દ્ર સરકારની બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક (BIND) યોજના હેઠળ દાહોદ જિલ્લાને મળશે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રની ભેટ પ્રધાનમંત્રી. રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ થનારા એફએમ રેડિયો સ્ટુડિયો સ્ટેશનનું છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી ખાતમુહૂર્ત કરશે.