૨૨ જાન્યુઆરીએ અભિજીત મુહૂર્ત, ત્રેતાયુગમાં શ્રી રામનો જન્મ થયો હતો
નવી દિલ્હી, ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દેશ-વિદેશના રામ ભક્તો તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જે સમયે ભગવાન રામનો જન્મ થયો હતો તે જ સમયે અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
અયોધ્યામાં રામલલાના અભિષેક માટે કુલ પાંચ તારીખો સૂચવવામાં આવી હતી. તેમાંથી ૨૨ જાન્યુઆરીની પસંદગી કરવામાં આવી હતી. આ દિવસે પણ માત્ર ૮૪ સેકન્ડનો જ શુભ સમય છે. આ શુભ સમય બપોરે ૧૨ઃ૨૯ઃ૦૮ થી ૧૨ઃ૩૦ઃ૩૨ ની વચ્ચે રહેશે. જેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. વાસ્તવમાં, અભિજીત મુહૂર્ત ૨૨મી જાન્યુઆરીના રોજ હશે અને તેની સાથે અન્ય ઘણા શુભ સંયોગો બની રહ્યા છે.
ગ્રંથો અનુસાર ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક પણ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે.
પંચાંગ અનુસાર ૨૨ જાન્યુઆરીએ પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ હશે. આ દિવસે અભિજીત મુહૂર્ત ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ જેવા અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. આના કારણે જ ૨૨મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. SS2SS