Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સુજીત કુમારે  ચાર્જ સંભાળ્યો

નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિત કલેકટર કચેરીના અધિકારીશ્રીઓએ કલેકટરશ્રીને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા

આજ રોજ અમદાવાદ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે શ્રી સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિત કલેકટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ કલેકટરશ્રીને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. Shri Sujit Kumar assumed charge as the Collector of Ahmedabad District

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સુજીત કુમાર વર્ષ 2010ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. મૂળ બિહારના વતની એવા શ્રી સુજીત કુમાર B.A, M.A તથા M.philની પદવી ધરાવે છે. શ્રી સુજીત કુમારે ઉપરાષ્ટ્રપતિશ્રી તેમજ કેન્દ્રીય મંત્રીશ્રીઓના અંગત સચિવ (PS) તરીકે ફરજ બજાવેલી છે. તેઓશ્રી છેલ્લે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લાં 15 વર્ષથી સનદી અધિકારી તરીકે સેવારત શ્રી સુજીત કુમાર પ્રશાસનનો બહોળો અનુભવ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.