“શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને આપણાં દેશના બંધારણની તુલના કરવા જેવી છે”!!

સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ વૈશ્વિક ન્યાય ધર્મ અદા કરી સમગ્ર માનવજાતને ન્યાય બક્ષે છે ! જયારે રાજકીય નેતાઓ ગમે તે દેશના હોય પ્રથમ પોતાની સત્તા મેળવવા અને ટકાવી રાખવા ગમે તેવો વાણી વિલાસ કરીને નિર્ણયો કરે છે ?!
તસ્વીર મહાભારતમાં શ્રી ક્રિશ્ને અર્જુુનને જે “કર્તવ્ય ધર્મ” નો ઉપદેશ આપે છે તેની છે ! આ કોઈ “હિન્દુ ધર્મ” નું પુસ્તક નથી ! શ્રીમદ્દ ભગવદ્દ ગીતા એ તો “ધર્મ” ! “અધર્મ” ! અને “કર્તવ્ય ધર્મ” ના સિધ્ધાંતો પ્રસ્થાપિત કરવાની સમજ આપતું તત્વજ્ઞાન છે ! સરળ ભાષામાં કહીએ તો ગુન્હો કરવો એ અધર્મ છે ! ગુન્હાખોરી સામે આંખ આડા કાન કરવા એ પણ ‘અધર્મ’ છે ! ગંગાપુત્ર કૌરવો સાથે હતાં તો તેમણે પોતાના કર્માેની સજા કરવા શસ્ત્ર ઉપાડવા અર્જુનને શ્રી ક્રિશ્ને કહ્યું !
ગુરૂ દ્રોણાચાર્ય દુર્યાેધન જોડે હતાં ને તેમની તરફેણમાં લડવા નીકળ્યા તો એ પણ ગયા ?! દ્રોપદીનું વસ્ત્રાહરણ કરનાર કૌરવોનો નાશ થયો ! આજે રોજ નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે ! અને ગેંગ રેપ થાય છે ! સાઈબર ક્રાઈમના ગુન્હા વકર્યા છે ! તો તેના માટે જે તે રાજયની સરકારો, પોલીસ તંત્ર અને તેને છાવરનારા તમામ રાજકીય તત્વો દોષિત છે ! માનવ સમાજ સ્વીકારી આવી સરકારો હટાવશે તો “મતદારોએ મતદાન ધર્મ” બજાવ્યો ગણાવશે !
જે કોઈ કર્તવ્ય ચૂકે છે એ “અધર્મી” છે ! આ ઉપદેશ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો છે ! બીજી તસ્વીર ભારતના બંધારણની છે ! આપણું બંધારણ પણ જાણે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાને જ અનુસરે છે ! સમાન ન્યાય ! સ્વતંત્રતા, ભાતૃભાવ ! બિનસાંપ્રદાયિકતા અને દેશની અખંડિતતા, સમાજવાદની વાતો કરે છે ! અને ન્યાયાધીશો પોતાનો કર્તવ્ય ધર્મ અદા કરે છે ! ઈશ્વરની નજરમાં તેમણે “માનવીને જન્મ” આપ્યો છે ! અને કર્તવ્ય ધર્મ ચૂકે છે તે સજાને પાત્ર છે !
એ બંધારણ કહે છે એટલે જ શ્રીમદ્દ ભગવદ્દગીતા અને દેશનું બંધારણ એક સુરમાં વાત કરે છે ! છેલ્લે પ્રજાસત્તાક સાર્વભોમત્વ દેશનો ત્રિરંગો છે ! તેની ગરિમા, આઝાદી જાળવવા માટે પ્રજાના વિવેક બુÂધ્ધ પર આધાર છે ! બાકી સમગ્ર વિશ્વ ભડકે બળી રહ્યું છે અને અધર્મની આગમાં લપેટાઈ રહ્યું છે ?! જોઈએ કુદરત શું ન્યાય કરે છે ?!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલ કે પંડિત જવાહરલાલ નહેરૂએ અખંડ ભારતની રચના કરી દેશનું વહાણ રેતીમાં ચલાવી હિન્દુ, શીખ, મુસ્લીમોને એક કર્યા હતા
મહાન ગ્રીક તત્વજ્ઞાની એરીસ્ટોટલે કહ્યું છે કે, “સમાજે તૈયાર કરેલો પૂર્ણ પુરૂષ તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે ! જયારે ન્યાય અને કાયદાનું શાસન ન હોય ત્યારે એ ભયંકર બની જતું હોય છે”!! અમેરિકન વૈજ્ઞાનિક માર્ટીન એચ. ફિશરે કહ્યું છે કે, “‘જીવન’ અને પૃથ્વી નામના ગ્રહ ઉપર ભજવાતું ભવ્ય નાટક જોવાની ટિકીટ છે”! શ્રી પરમેશ્વરનો ધર્મ તો કર્તવ્યના સિધ્ધાંતો પ્રસ્થાપિત કરવા માટે “કર્મ” છે !
ધર્મ એટલે “ન્યાય ધર્મ” કોઈને અન્યાય ન કરવો દરેકના જીવવાના અને બહેતર જીવન જીવવાના અધિકારોનો સ્વીકાર કરવો એ “ન્યાયધર્મ” ! માનવતા ઉજાગર કરી કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવું એ “રાજધર્મ”! સભ્યતાપૂર્ણ અને વિવેકપૂર્ણ નિર્ણયો કરવા એ “સામાજીક ધર્મ”! સમગ્ર વિશ્વના સત્તાધીશો આ ત્રણે ધર્મ વિસરીને “સત્તા” મેળવવા અને ટકાવી રાખવા વિશ્વમાં અને ભારતમાં આજે રાજનિતી અને સત્તાનીતિ ચાલી રહી છે અને ના જોયેલો “અધર્મ” આ પૃથ્વી પર આજે ચાલી રહ્યો છે ! એ માનવીની માનવ જાત સાથેની ક્રુરતા છે ! કયાંક આ સાંપ્રદાયિક ધર્મને નામે ચાલે છે ! કયાંકરાષ્ટ્રધર્મને નામે ચાલે છે !
કયાંક જાતિવાદ અને કોમવાદને નામે ચાલે છે ! અને લગભગ માનવજાત પતનને આરે આવીને ઉભી છે ! તેને સંનિષ્ઠ ન્યાયતંત્ર અને નિડર પત્રકારો અને માનવતા વાદી કર્મશીલો જ બચાવી શકે તેમ છે !! પરંતુ પૃથ્વી પરથી આ કર્તવ્ય ઝડપથી વિસરાતું જાય છે અને સમાજનો બુÂધ્ધજીવી વકીલ વર્ગ આ દિશામાં સક્રીય નથી ! માટે જ આ પૃથ્વી ઉપર ગુન્હાખોરીનું સામ્રાજય વ્યાપ્યું છે તેનો ઈલાજ શું ?!
રાષ્ટ્રવાદ, સાંપ્રદાયિક ધર્મવાદ અને કટ્ટર જાતિવાદ એ લોકશાહી માનવતા અને સમગ્ર માનવ જાતનો વિનાશ કરનારો કયારે પુરવાર થશે ! એની ચિંતા જુદા જુદા રાષ્ટ્રમાં રહેતી માનવ જાત કયારે કરશે ?!
અમેરિકા વિશ્વ લોકશાહીનું ગુરૂ અને રખેવાળ બન્યુ ત્યારે પ્રગતિ થઈ ! આજે ડોનાલ્ડ ટ્રમ્પનો રાષ્ટ્રવાદ અમેરિકાની ઐતિહાસિક રચનાનો છેદ ઉડાડનારો છે ?!
અમેરિકાના ૩૪ માં પ્રમુખ હવેઈટ આઈઝન હોવરે કહ્યું છે કે, “લોકોને લમણે ફટકારવવાથી તમે નેતા નહીં બની જાઓ એ હુમલો કહેવાય નેતાગીરી નહીં”! અમેરિકાએ બ્રિટનનું એક સંસ્થાન હતું !
સોળમી સદી અને સત્તરમી સદીના આરંભમાં જયારે ઈંગ્લેન્ડમાં ધાર્મિક હેરાનગતિ થવા લાગી ત્યારે તે કારણથી તેમજ આર્થિક વિકાસાર્થે ઈગ્લેન્ડવાસીઓ ઈંગ્લેન્ડનો ત્યાગ કર્યાે ! તેઓ અમેરિકા જઈ વસ્યા ! ૧૭૦૧ માં વિલીયમ પેન દ્વારા વિશેષાધિકારોના ખતપત્રના આધારે અમેરિકાના બંધારણનો પાયો રચાયો ! અને ૧૭૮૭ માં ઘડાયેલા અને ૧૭૮૯ માં અમલમાં આવેલા બંધારણ રાષ્ટ્રીય વફાદારીનું પ્રતિક ગણાયું !!
અબ્રાહમ લિંકન, વુડ્રો વિલ્સન, થિયોડોર રૂઝવેલ્ટ, ફ્રેન્કલીન રૂઝવેલ્ટ, થોમસ જેફરસન, જહોન કેનેડી, રેગન, બીલ કલીન્ટન, ડબલ્યુ જયોર્જ બુશે અમેરિકાના બંધારણના વિકાસનો ફાળો આપ્યો છે ! આ પ્રમુખોએ “માનવજાતના” સ્વાતંત્ર્યની અને આદર્શ લોકશાહીના ખ્યાલો રજૂ કર્યા !
એટલું જ નહીં વિશ્વમાં લોકશાહી વિચારધારા અને માનવજાતના સ્વાતંત્ર્યની વાત કરી અને અમેરિકાને વિશ્વમાં લોકશાહીના વિશ્વગુરૂ તરીકેનું નામ ઉજાગર કર્યુ ! અમેરિકાને તમામ લોકશાહી અને સ્વાતંત્ર્ય રાષ્ટ્રોને સમર્થન પણ કર્યુ અને અમેરિકાને “જગતનું જમાદાર” બનાવ્યું ! નબળા લોકશાહી રાષ્ટ્રોને મદદ કરનારા અમેરિકાની આજની રાજનિતીએ અમેરિકાને યુરોપિયન દેશોથી વિખુંટું પાડી દીધું છે !!
અમેરિકાએ ૫૦ રાજયોનો સમૂહ ધરાવતું મજબુત રાષ્ટ્ર છે ! અમેરિકામાં જુદા જુદા દેશોમાંથી આવીને વસેલા નાગરિકોની એકતાએ અને પ્રજાના યોગદાને અમેરિકાને મહાન લોકશાહી વિશ્વગુરૂ બનાવ્યું ! “અમેરિકન” એટલે કોણ ?! આજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફસ્ટ અમેરિકનની વાત કરે છે ?! પણ અમેરિકન એટલે કોણ ?! અમેરિકનો બહારથી આવીને વસેલા લોકોએ જ અમેરિકાને મહાન લોકશાહી રાષ્ટ્ર બનાવ્યું છે !
ડોનાલ્ડ ટ્રમ્પની રાજનિતી વ્યક્તિગત પ્રસિÂધ્ધ માટેની રાજનિતી છે ! અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનો ડર બતાવી, બતાવીને બીજા રાષ્ટ્રોને પોતાના ત્યાંના શસ્ત્રો ખરીદવા મજબુર કરી રહ્યા છે ! પોતાના દેશની વસ્તુ ખરીદવા ફરજ પાડી રહ્યા છે !અને ટેરિફ ઘટાડવા માટે વ્યુહાત્મક ચક્રવ્યુહ ઘડીને રાતો રાત મહાન બનવા માટેનો અને એકચક્રી શાસન પ્રસ્થાપિત કરવા માટે “સત્તાની ઘોડેસવારી કરીને સમગ્ર વિશ્વના અર્થતંત્રને ડહોળી નાંખ્યું છે”!
આમ કરીને વિશ્વના લોકશાહી દેશોથી તેઓ વિમુખ થઈ રહ્યા છે ! “હું” દેશ અને “હું” અમેરિકા અને “હું” મારા પક્ષનો માત્ર એક ઉધ્ધારકની રાજનિતી એ અમેરિકાને “હીટલરશાહી” તરફ દોરી રહી હોવાના સંકેતો આપે છે !
ભારતમાં સત્તાના રાજકારણ માટે નૈતિકતા પર કુઠારાઘાત કરતા કેટલાંક વરિષ્ઠ નેતાઓ ! અને ચૂંટણી જીતવા કથિત રીતે થતો અસામાજીક તત્વોનો ઉપયોગ અને લોકોને લલચાવનારી રેવડીનું રાજકારણને લઈને દેશમાં વકરી રહેલી ગુન્હાખોરી, ભ્રષ્ટાચાર અને અનૈતિકતાથી દેશને સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટ ઉગારી શકશે ?!
ભારતના બંધરણીય મૂલ્યો જેવા કે, સ્વાતંત્ર્ય, સમાનતા, ભાતૃભાવ, વ્યક્તિનું ગૌરવ, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, ન્યાય, સમાનતાની રખેવાળી કરવાની જવાબદારી બંધારણની કલમ-૨૨૬ હેઠળ હાઈકોર્ટ પાસે છે અને બંધારણની કલમ-૩૨ હેઠળ સુપ્રિમ કોર્ટ પાસે છે ! ભારતની વર્તમાન પરિસ્થિતિ જોતાં નિષ્પક્ષ રીતે અને નિડરતાપૂર્વક ન્યાય ધર્મ નિભાવવાની જવાબદારી સંનિષ્ઠ ન્યાયાધીશો ઉપર આવી પડી છે !
દેશના નેતાઓને ફકત સત્તા દેખાય છે ! બંધારણના ઘડવૈયાઓની ક્રુર મજાક સમાન છે ! કેમ મણીપુરમાં શાંતિ સ્થાપવા આ શબ્દો વપરાતા નથી ?! વિશ્વમાં ક્રિશ્ચિયન ધર્મ અમેરિકા સહિત સમગ્ર યુરોપમાં છે ! ત્યાં ચૂંટણી હોય ત્યારે “અમેરિકન” નાગરિકોની વાત થાય છે ! જેમાં બરાક ઓબામા જેવા મુસ્લીમ, કમલા હેરિસ જેવા હિન્દુ કુળના નેતાઓ અને ફ્રેન્કલીન રૂઝવેલ્ટ જેવા ક્રિશ્ચિયનો આવી જાય છે ! જાતિ ગમે તે હોય પણ અમેરિકનો કહેવાય છે !
દેશને એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને કેટલી મહેનત કરવી પડી હતી ! દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોના હાથે લૂંટાઈ ગયેલો દેશ મળ્યો હતો ! રેતીમાં વહાણ ચલાવી દેશને ધીરે, ધીરે મજબુત કર્યાે હતો ! તે વખતના ઉદ્યોગપતિ જે. આર. ડી. તાતા અને અન્યોએ દેશ માટે મોટો ભોગ આપ્યો હતો !
અને દેશના વધુ ભાગલા ન પડે ભાગલા પાડો ને રાજ કરોની નિતિમાંથી હિન્દુ, મુસ્લિમ, શિખોને એક કરીને સરદાર વલ્લભભાઈ પટેલે દેશને નવી દિશા આપી હતી ! સૂત્ર છે “ધર્મ કા જય હો ! અધર્મ કા નાશ હો ! પ્રાણીઓ પે સદ્દભાવના હો ઔર વિશ્વ કા કલ્યાણ હો”! વિશ્વ કલ્યાણની ભાવના અને વિશ્વા નાગરિકતાની સદ્દભાવના
એટલે સનાતન ધર્મ ! ત્યારે હવે દેશને કોણ બચાવશે ?!
દેશની હાઈકોર્ટ ! અને ભારતની સુપ્રિમ કોર્ટ જયાં સુધી કાબેલ, સક્ષમ, નિડર અને દેશના બંધારણ વાદના રખેવાળ ન્યાયાધીશો બેઠા છે ! ત્યાં સુધી દેશના લોકોની આઝાદી સલામત છે ! દેશની હાઈકોર્ટાેએ અને દેશની સુપ્રિમ કોર્ટે હેબીયર્સ કોપર્સ (બંદી પ્રત્યક્ષ કરણ) રીટ ઓફ મેમોરેન્ડમ (જાહેર ફરજ અદા કરવાનો આદેશ) પ્રોહીબીશન રીટ (ન્યાયતંત્રીય કે અર્ધન્યાયતંત્રીય સત્તા મંડળ સામે દાદ માંગતી રીટ) રીટ ઓફ સર્શિઓરરિ (માહિતગાર કેરાતો આદેશ) કોર્ટાે આપી શકે છે
અને રીટ ઓફ કો વોરન્ટો (કઈ સત્તાથી કે કયા કારણથી) નો જવાબ કોર્ટ માંગી શકે છે આજ સુધી અનેક હાઈકોર્ટાેએ અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ ઉમદા ફરજ નિભાવી છે પણ હવે વકીલોની માનસિકતાનું રાજકીય કરણ કરવા સરકારો પ્રયાસો કરે છે ત્યારે આવનારા દિવસોમાં હાઈકોર્ટાે અને સુપ્રિમ કોર્ટનું ભાવિ ખતરામાં તો નહીં પડી જાય ને ?! આ ચિંતા અનેક બુÂધ્ધજીવીઓને સતાવે છે એવું લાગે છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.