ગૃહરાજ્યએ અમદાવાદ ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વચન મેળવ્યાં
ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના અમદાવાદ ખાતે આશીર્વચન મેળવ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી વર્ષ ૨૦૦૫ થી ૨૦૨૪ એમ 20 વર્ષથી અમદાવાદમાં ધર્મયાત્રા અર્થે પધારી જિજ્ઞાસુ જીવોને શાશ્વત સુખના માર્ગે દોરી રહ્યા છે.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, અમદાવાદ કેન્દ્ર અને શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ અને વિહારભવન ટ્રસ્ટ (અમદાવાદ- વડવા – ઇડર) દ્વારા તા ૬ થી ૮ ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ત્રિ-દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં હજારો મુમુક્ષુઓએ ધર્મોલ્લાસભેર આ ઉજવણીઓમાં ભાગ લીધો હતો.