ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોની પ્રથમ પસંદ બની ગઈ છે આ ઘઉંની જાતો
બદલતા હવામાનમાં પણ શ્રીરામ સુપર 1-SR-14 અને 111 ઘઉ બીજથી ખેડૂતોને શ્રેષ્ઠ પરિણામ મળી રહ્યા છે
રાજકોટ, ગુજરાતમાં ઘઉની ખેતીમાં શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ દ્વારા વિકસિત ‘શ્રીરામ સુપર 111’ અને ‘શ્રીરામ સુપર 1-SR-14’ ઘઉ બીજોએ નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. આ ઉન્નત જાતોએ ખેડૂતોમાં ઊંચી ઉપજ, રોગ પ્રતિકારકતા અને વિવિધ હવામાન પરિસ્થિતિઓમાં અનુકૂળતા માટે ખ્યાતિ મેળવી છે.
શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સના વિશ્વવિખ્યાત ઘઉં વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ ઘઉની જાતો, શ્રીરામ સુપર 111 અને 1-SR-14, તેમની અનુકૂળતા ક્ષમતા અને ઉત્તમ ઉત્પાદકતાને કારણે ખેડૂતોમાં ખુબ જ લોકપ્રિય છે.
આનો દાણો મોટો, કઠોર અને ચમકદાર છે, સાથે જ આના ઘઉમાંથી બનેલી રોટલી ખૂબ જ સારી ગુણવત્તાની બને છે. અને સૌથી ખાસ વાત એ છે કે, બદલાતી પ્રકૃતિમાંથી ઉપસી રહેલી નવી નવી પડકારો વચ્ચે પણ આ જાતોનું પરિણામ શ્રેષ્ઠ રહ્યું છે. આવી જ વિશેષતાઓને કારણે આ બંને જાતો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ખેડૂતોની પ્રથમ પસંદ બની ગઈ છે.
રાજકોટના એક અનુભવી ખેડૂત મહેશભાઈએ ગયા વર્ષે પોતાના ખેતરમાં શ્રીરામ સુપર 1-SR-14 ઘઉ બીજની વાવણી કરી હતી. તેમનું કહેવું છે કે તેમાં પ્રતિ બાલીઓ દાણાની સંખ્યા વધુ અને અન્ય જાતની તુલનામાં શ્રીરામ 1-SR-14માં ઓછા પાણીની જરૂરિયાત હતી. શ્રીરામ સુપર 1 SR-14માં તેમને ઉત્તમ ઉપજ પ્રાપ્ત થઈ અને પાકની ગુણવત્તા પણ શ્રેષ્ઠ રહી.
સાથે જ શ્રીરામ દ્વારા બજારમાં ઉપલબ્ધ શ્રીરામ સુપર 111 પણ ખેડૂતોને ખૂબ જ આનંદિત કરી રહ્યો છે અને શ્રેષ્ઠ પરિણામ આપી રહ્યો છે.
છોટા ઉદયપુરના ખેડૂત કલ્પેશભાઈએ શ્રીરામ સુપર 111 ઘઉના પાક પ્રદર્શનમાં શ્રેષ્ઠ પરિણામોને જોઈને ગયા વર્ષે આ જાત વાવ્યી હતી અને તેઓ તેમના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે આમાં બાલીઓ લાંબી, લગભગ 12-13 સેમી હોય છે, પાક એકસરખો આવે છે અને કોઈપણ પ્રકારની રોગચાળાની સમસ્યા નથી આવતી. પાકની યોગ્ય ઊંચાઈ હોવાના કારણે તેમાં પડી જવાની ફરિયાદ પણ નથી આવી. આવતા વર્ષે તેઓ પોતાના આખા ખેતરમાં શ્રીરામ સુપર 111 બીજ જ વાવશે.
શ્રીરામ સુપર 111 અને 1-SR-14 ઘઉ બીજો સાથે, શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સના અન્ય ઉત્પાદનો જેમ કે શ્રીરામ સુપર 5-SR-05 પણ છેલ્લા કેટલીક વર્ષોથી પોતાની શાનદાર કામગીરીને કારણે ખેડૂતોમાં ખુબ જ લોકપ્રિય થઈ ગયા છે.
શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ 134 વર્ષ જૂની ડી.સી.એમ. શ્રીરામ લિમિટેડનો એક ભાગ છે. આ એક અગ્રણી બિઝનેસ ગ્રુપ છે, જેનો ટર્નઓવર ₹11431 કરોડ છે. શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ કૃષિ ઇનપુટ્સ જેમ કે બિયારણ, વિશેષ પોષણ, અને પાક સંરક્ષણના વ્યવસાયમાં સક્રિય છે, જેનાથી ભારતીય કૃષિ મજબૂત બનતી જાય છે અને ખેડૂતોની આવક વધારવામાં મદદ મળી રહી છે.