Western Times News

Gujarati News

આફતાબ આલ્વીને CMO એશિયા વર્લ્ડ લીડરશિપ એવોર્ડ્ઝમાં ‘બેસ્ટ માર્કેટિંગ પ્રોફેશનલ ઓફ ધ યર’નો એવોર્ડ

મુંબઈ, શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સના પ્રેસિડન્ટ શ્રી આફતાબ આલ્વીને પ્રતિષ્ઠિત સીએમઓ એશિયા વર્લ્ડ લીડરશિપ એવોર્ડ્ઝ દ્વારા ‘બેસ્ટ માર્કેટિંગ પ્રોફેશનલ ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત થયો છે. Shriram General Insurance President Mr. Aftab Alvi Conferred with ‘Best Marketing Professional of The Year’ at the CMO Asia World Leadership Awards

સીએમઓ એશિયા વર્લ્ડ લીડરશિપ એવોર્ડ્ઝ એક પહેલ છે, જે નેટવર્ક ઊભું કરવા સક્ષમ બનાવીને તમામ ક્ષેત્રોમાં માર્કેટર્સને કોમન પ્લેટફોર્મ પર લાવે છે. એવોર્ડ વિવિધ કેટેગરીઓ અંતર્ગત દરેક માર્કટિંગ વ્યવસાયિક અને અન્ય લીડર્સની સફળતા વિશે જાણકારી આપે છે તથા તેમની સ્ટ્રેટેજી અને ડેવલપમેન્ટ પાછળ રહેલી સ્ટોરી જણાવે છે, જેનાથી મોટી તકો સાથે વ્યવસાય વૃદ્ધિ કરવા સક્ષમ બન્યો છે.

શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સના પ્રેસિડન્ટ શ્રી આફતાબ આલ્વીએ કહ્યું હતું કે, “હું આ ટાઇટલ અને બેસ્ટ માર્કેટિંગ પ્રોફેશનલ માટેનો એવોર્ડ મેળવવાની ખુશી છે. હું નમ્રતા સાથે ગર્વની લાગણી અનુભવું છુ. જ્યારે હાલ રોગચાળાને કારણે વીમા ઉદ્યોગમાં મોટા પાયે પરિવર્તન જોવા મળી રહ્યું છે, ત્યારે તમામ વીમાકંપનીઓને વાજબી ખર્ચ અને વધારે આઉટપુટ સાથે વ્યવસાયની વૃદ્ધિને વેગ આપવા વિવિધ અને શ્રેષ્ઠ ડિજિટલ અને માર્કેટિંગ પ્રક્રિયાઓ અપનાવવી મહત્ત્વપૂર્ણ છે.”

શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ જયપુરમાં હેડક્વાર્ટર ધરાવતી એકમાત્ર નોન-લાઇફ વીમાકંપની છે તથા નોન-લાઇફ વીમા કેટેગરીમાં સૌથી વધુ નફો કરતી અને સફળ ખાનગી કંપનીઓ પૈકીની એક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.